ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી થયો 25 રૂપિયાનો વધારો, 15 દિવસમાં 50 રૂપિયા થયું મોંઘું

  • September 01, 2021 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય માણસને મહિનાના પહેલા દિવસે એટલે કે 1 લી સપ્ટેમ્બરે મોટો આંચકો મળ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ ફરી એક વખત સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. રાંધણ ગેસના વધતા ભાવોએ લોકોના ઘરનું બજેટ બગડ્યું છે અને તેના કારણે સામાન્ય જનતા પણ ખૂબ પરેશાન છે.

 

15 દિવસમાં સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થયું. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 15 દિવસમાં 50 રૂપિયા વધી છે. જણાવી દઈએ કે સબસિડી વગર 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર 884.5 રૂપિયા થઈ ગયું છે. જ્યારે અગાઉ તે 859.50 રૂપિયા હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021