મોંઘવારીનું ધૂંઆધાર બેટિંગ: ખાદ્ય તેલોના ભાવમાં એક વર્ષમાં દોઢ ગણો વધારો, સરસોથી લઈને સૂરજમુખી સુધી દરેક ખાદ્ય તેલના ભાવ આસમાને

  • May 31, 2021 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ની સાથોસાથ મોંઘવારી પણ જલદ પ્રદર્શન કરી રહી છે અને લોકોની જિંદગીમાં અનેક સમસ્યાઓ પેદા કરી રહી છે મોંઘવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખાદ્ય તેલોના ભાવ આસમાનને આંબી રહ્યા છે.

 

એક અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન દરેક પ્રકારના ખાદ્યતેલના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે અને લોકોમાં દેકારો બોલી ગયો છે. અત્યંત સામાન્ય અને ગરીબ વર્ગની હાલત ભારે કફોડી બની છે.

 

સૂરજમુખી, સોયા, પામ ઓઇલ, વનસ્પતિ અને મગફળી ના તેલ નો ભાવ અત્યંત ઘાતક બની રહ્યો છે અને ખાદ્ય તેલોના ભાવમાં જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. એ જ રીતે અનાજ અને ચણાના ભાવમાં પણ ભયંકર વધારો થઈ રહ્યો છે.

 

ખુદ કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા બતાવે છે કે 2020 ના 28 મે થી લઈને 2021 ના ૨૮મે સુધીમાં આવશ્યક ચીજોના ભાવ આકાશને આંબી ગયા છે અને નમક ના ભાવમાં પણ ભયંકર વધારો થયો છે.

 

સરસવના તેલમાં ૪૪.૨ ૩૦ ટકાનો ભયંકર ઉકાળો એક વર્ષમાં જોવા મળ્યો છે અને એ જ રીતે મગફળીના તેલના ભાવમાં પણ આ પ્રકારનો જ ભયંકર ઉછાળો રહ્યો છે. વનસ્પતિના પેક નો ભાવ પણ ભયંકર થઇ ગયો છે અને તેમાં45.19 ટકા જેટલો ઉછાળો એક વર્ષમાં થઈ ગયો છે.

 

એ જ રીતે સોયા તેલના ભાવમાં પણ એક વર્ષમાં 52 ટકા જેટલો ભયંકર વધારો થઇ ગયો છે. સૂરજમુખી તેલના ભાવમાં એક વર્ષમાં 56.31 ટકા જેટલો વધારો નોંધાયો છે અને એજ રીતે પામ તેલ નો ભાવ પણ ખૂબ જ વધી ગયો છે અને એક વર્ષમાં 54 ટકા જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021