બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં આગચંપી અને હિંસાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરમાં ભારત આવવા રવાના થયા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શેખ હસીનાનો રાજકીય ઇતિહાસ શું રહ્યો છે.
શેખ હસીનાના સમગ્ર પરિવારની કરાઈ હતી હત્યા
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ બાંગ્લાદેશમાં થયો હતો. તેમના પિતા બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન હતા. હસીના તેના પરિવારની સૌથી મોટી દીકરી છે. તેમનું પ્રારંભિક જીવન બાંગ્લાદેશના ઢાકામાં વિત્યું હતું. તેઓ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શેખ હસીના ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા. લોકો તરફથી પ્રશંસા મળ્યા બાદ હસીનાએ તેના પિતાની અવામી લીગની વિદ્યાર્થી પાંખ સંભાળી લીધી. પાર્ટી સંભાળ્યા પછી, શેખ હસીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ જ્યારે તેના માતાપિતા અને ત્રણ ભાઈઓની હત્યા કરવામાં આવી. આ ઘટના વર્ષ 1975ની છે. આ દરમિયાન સેનાએ બળવો કરીને હસીનાના પરિવાર સામે મોરચો ખોલી દીધો હતો. આ લડાઈમાં હસીનાના પિતા, માતા અને 3 ભાઈઓ માર્યા ગયા હતા. પરંતુ હસીના, તેના પતિ વાજિદ મિયાં અને નાની બહેનનો જીવ બચી ગયો.
પિતાની હત્યા બાદ ભારતમાં આશરો લીધો હતો
પોતાના પરિવારના મોત બાદ શેખ હસીના થોડા સમય માટે જર્મની ગયા હતા. શેખ હસીનાના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે સારા સંબંધો હતા. જર્મની પછી ઈન્દિરા ગાંધીએ શેખ હસીનાને ભારત આવવા આમંત્રણ આપ્યું અને પછી તેઓ થોડા વર્ષો દિલ્હીમાં રહ્યા. આ પછી શેખ હસીના 1981માં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા. બાંગ્લાદેશ ગયા બાદ શેખ હસીના પોતાની પાર્ટીમાં પરત ફરી અને ચાર્જ સંભાળી લીધો. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે પાર્ટીમાં ઘણા ફેરફારો કર્યા. 1968માં શેખ હસીનાએ ભૌતિકશાસ્ત્રીમાં M.A. વાજેદ મિયાં સાથે લગ્ન કર્યા હતા. જેમનાથી તેમને એક પુત્ર સજીબ વાજેદ અને પુત્રી સાયમા વાજેદ છે.
શેખ હસીના સતત ચાર વખત બન્યા વડાપ્રધાન
શેખ હસીના વાઝેદ જાન્યુઆરી 2009થી બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર હતા. તેણીએ 1986 થી 1990 અને 1991 થી 1995 સુધી વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી. તે 1981થી અવામી લીગ (AL) નું નેતૃત્વ કરી રહી છે. તેમણે જૂન 1996થી જુલાઈ 2001 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 2009માં, તેમને વડા પ્રધાન તરીકે તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. 2014માં તેઓ ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાયા હતા. તેણીએ 2018માં ફરી ચૂંટણી જીતી અને ચોથી ટર્મ માટે વડા પ્રધાન બન્યા.
શેખ હસીના પહેલીવાર વડાપ્રધાન ક્યારે બન્યા?
શેખ હસીનાએ 1996 થી 2001 સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે તેમની પ્રથમ ટર્મ સેવા આપી હતી, આઝાદી પછી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેમણે ભારત સરકાર સાથે ગંગા નદી પર 30 વર્ષની જળ વહેંચણી સંધિ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
2001ની સામાન્ય ચૂંટણીમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. પરંતુ 2008માં તે ફરી એકવાર બાંગ્લાદેશમાં જંગી બહુમતી સાથે સત્તા પર આવી. 2004માં હસીનાની રેલીમાં ગ્રેનેડ બ્લાસ્ટ દ્વારા તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તે બચી ગઈ હતી. 2009માં સત્તામાં આવ્યા બાદ તરત જ હસીનાએ 1971ના યુદ્ધ અપરાધોના કેસોની સુનાવણી માટે ટ્રિબ્યુનલની રચના કરી હતી. ટ્રિબ્યુનલે કેટલાક ઉચ્ચ-પ્રોફાઇલ વિપક્ષી નેતાઓને દોષિત ઠેરવ્યા, જેનાથી હિંસક વિરોધ થયો.
શેખ હસીનાના નામે અનેક એવોર્ડ
શેખ હસીનાએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક એવોર્ડ જીત્યા છે. વર્ષ 1998માં, તેણીને અખિલ ભારતીય શાંતિ પરિષદ દ્વારા મધર ટેરેસા એવોર્ડ મળ્યો હતો. તે જ વર્ષે તેમને એમ.કે. ગાંધી એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ 2000માં તેમને ધ પર્લ બડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ 2014માં, તેણીને મહિલા સશક્તિકરણ અને કન્યા બાળ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે યુનેસ્કો પીસ ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. 2009માં તેમને ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો હતો. તે બાદ વર્ષ 2015માં તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech