અખબાર વિતરણની કામગીરીમાં પોલીસ મદદ કરશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસને લઈને રાજ્યના કેટલાક જિલ્લાના અખબાર વિતરકો દ્વારા અખબારનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યના મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડો.અશ્ર્વિનીકુમારે જણાવ્યું છે કે, કોરોના છાપાને કારણે સંક્રમણ થતું નથી ન્યૂઝ પેપરના વિતરણમાં પોલીસ અને પ્રશાસન મદદ કરશે.
આ વિતરણ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની તકલીફ ઉભી થાય તો રાજ્યના માહિતી અને પ્રસારણના અગ્ર સચિવ તરીકે તેમને ફરિયાદ કરવામાં આવશે તો તેવો મદદ કરશે.રાજ્યમાં અખબાર વિતરણ સારી રીતે થાય તે માટે સરકારે પોતાની ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાં સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા સતત કામ કરે છે અને સેવા માટે પ્રતિબધ્ધ છે આથી રાજ્ય સરકારે પણ મીડિયાને બાકાત રાખવામાં આવ્યું નથી.છાપાના કારણે કોરોનાનું સંક્રમણ થતું નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આવી અખબાર વિતરણની તકલીફ થતી હોય તો પોલીસ અને પ્રશાસન મદદ કરવા તૈયાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS