દશ વ્યકિતઓ વિદ્ધ ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ : કચ્છમાં અવારનવાર જમીન કૌભાંડ અંગેના આક્ષેપો અને ફરિયાદો કરવામાં આવે છે આવા જ એક બનાવમાં વડીલોપાર્જીત જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હોવાની એક ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની મળતી વિગતો મુજબ અંજારના જયંતીભાઈ વેલજીભાઈ હડીયા એ પોતાના વડીલોપાર્જીત જમીનને પોતાના નામે ગેરકાયદેસર આધાર પુરાવાઓ ઊભા કરી જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવી રહૃાો હોવાનો આક્ષેપ કર્યેા હતો અને આ અંગે આરોપી પુરીબેન મેપાભાઇ સોરઠીયા, રંભાબેન કાનજીભાઈ સોરઠીયા, વિમલ હડીયા, વેલજીભાઈ મેપાભાઇ સોરઠીયા, પ્રેમજીભાઈ મેપાભાઇ સોરઠીયા, આશિષ દામજીભાઈ બાભણીયા, શીતલ પરસોતમ વાણીયા, મનીષ જયંતીલાલ સોની, યોગેશ દામજીભાઈ મહેતા, અને હરેશ જોષી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230