રાજકોટના ૮૫ ટકા પેટ્રોલ પમ્પ પાસે ફાયર એનઓસી નથી

  • July 09, 2021 09:46 PM 

ઓન ધ સ્પોટ ફાયર એનઓસી અપાશે નહીં: મ્યુનિસિપલ કમિશનર
 


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યા બાદ ફાયરબ્રિગેડ શાખા દ્રારા શહેરની વિવિધ મિલકતો જેવી કે શાળા–કોલેજો, હોસ્પિટલો, પેટ્રોલ પમ્પ, રહેણાંક અને વાણિયક હાઈરાઈઝ સંકૂલોમાં ફાયર સેફટીનું સઘન ચેકિંગ અને સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જો કે આ પ્રક્રિયા અગાઉથી ચાલુ જ હતી પરંતુ તાજેતરમાં વધુ સઘન બનાવાય છે. દરમિયાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પમ્પના માલિકો–સંચાલકોની ગઈકાલે સાંજે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પૂર્વે ફાયરબ્રિગેડે પેટ્રોલ પમ્પનો સર્વે પણ કર્યેા હતો. સર્વે અને બેઠકના અંતે એવું માલુમ પડયું હતું કે, રાજકોટ શહેરના ૮૫ ટકા પેટ્રોલ પમ્પ પાસે ફાયર એનઓસી નથી અને અનેક પેટ્રોલ પમ્પના ફાયર એનઓસી રિન્યુ પણ નથી.

 


વિશેષમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સાંજે ડેપ્યુટી કમિશનર આશિષકુમારના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેરના વિવિધ પેટ્રોલ પમ્પના માલિકો અને સંચાલકો સાથે ફાયર એનઓસી બાબતે બેઠક યોજવામાં આવી હતી. ફાયરબ્રિગેડે કરેલા સર્વેમાં તેમજ મિટિંગ દરમિયાન થયેલી ચર્ચાના અંતે એવું માલુમ પડયું હતું કે, રાજકોટ મહાપાલિકાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલા કુલ પેટ્રોલ પમ્પોમાંથી ૮૫ ટકા પેટ્રોલ પમ્પો પાસે ફાયર એનઓસી નથી ! આ તમામને તાત્કાલીક અસરથી એનઓસી લેવામાં તાકિદ કરવામાં આવી હતી તેમજ અમુક પાસે એનઓસી હતા પરંતુ રિન્યુ ન હતા તેમને રિન્યુ કરવા માટે સૂચના અપાઈ હતી. ગઈકાલે મળેલી બેઠકમાં આઈઓસી, ભારત પેટ્રોલિયમ, એચપીસીએલ, સેલ સહિતની વિવિધ કંપનીઓના પેટ્રોલ પમ્પના સંચાલકો હાજર રહ્યા હતા. પેટ્રોલ પમ્પના સંચાલકોએ એવો મુદ્દો રજૂ કર્યેા હતો કે, એનઓસી કંપનીએ લેવાનું કે ડીલરે લેવાનું તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે, આ સંદર્ભે તેમને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ચીફ ફાયર ઓફિસરે વિશેષમાં જણાવ્યું હતું કે, સર્વે દરમિયાન ચાર પેટ્રોલ પમ્પ એવા મળ્યા હતા કે યાં આગળ ફાયર એસ્ટિંગ્યુસર હતા પરંતુ તેમાં ગેસ ન હતો બિલકુલ ખાલી હતા અને રેતી ભરેલી ડોલ રાખવાની હોય તે અમુક સ્થળે જોવા મળી ન હતી તો અમુક સ્થળોએ ડોલ હતી પરંતુ તેમાં રેતી ન હતી તેવું પણ તપાસમાં ગયેલા સ્ટાફના ધ્યાને આવ્યું હતું. એકંદરે ગઈકાલની મિટિંગના અંતે તમામ પેટ્રોલ પમ્પના ફાયર એનઓસી રિન્યુ કરાવી લેવા તમામને અંતિમ તાકિદ કરવામાં આવી હતી જે પૈકી અનેક પેટ્રોલ પમ્પના સંચાલકોએ તો ગઈકાલથી જ અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ દ્રારા અપાતું નો ઓબ્જેકશન સટિર્ફિકેટ ઓન ધ સ્પોટ આપવાની કોઈ જ જોગવાઈ નથી કે કોઈને આપવામાં આવશે નહીં. નિયમાનુસારની પ્રક્રિયા અને સમય મર્યાદાને અનુસરીને જ તે આપવામાં આવી રહ્યા છે.

 


મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ વિશેષમાં ફાયરબ્રિગેડના નો ઓબ્જકેશન સટિર્ફિકેટ મામલે જણાવ્યું હતું કે, કોઈપણ સંકૂલને ઓન ધ સ્પોટ ફાયર એનઓસી આપવાની વાત નથી ફકત ફાયરબ્રિગેડ દ્રારા ઓન ધ સ્પોટ એનઓસી માટેની એપ્લિકેશન સ્વીકારવામાં આવશે. એનઓસી તો નિયમાનુસારની પ્રક્રિયા અને સમય મર્યાદાને અનુસરીને જ આપવામાં આવશે તે વ્યવસ્થા પ્રવર્તમાન કાયદા અને નિયમ અનુસાર જ ચાલશે તેમાં કોઈ જ તબદિલી કરાઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે, અમુક અરજદારોએ વાતચીત દરમિયાન તેમજ રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે તેમને એનઓસી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે આથી તેમની રજૂઆતને ધ્યાને લઈને તેમને કોર્પેારેશન કચેરી સુધી ધકકા ખાવા ન પડે તે માટે યારે ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર સર્વે કે ચેકિંગ માટે ગઈ હોય ત્યારે જ ઓન ધ સ્પોટ તેમની અરજી સ્વીકારી લેશે અને ત્યારબાદ જરૂરી ચેકિંગ કર્યા પછી જે કઈં પૂર્તતા કરવાની થતી હોય તે અંગે સૂચના અને સૂચના આપ્યા બાદ પૂર્તતા થઈ કે નહીં તેનું વેરિફિકેશન કરશે અને નિયત સમય મર્યાદાના અંતે એનઓસી આપશે.

 

 

રાજકોટ શહેર ઉપરાંત રૂડા વિસ્તારના પેટ્રોલ પંપના એનઓસી પણ મનપા હસ્તક
રાજકોટ શહેર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પપં ઉપરાંત રાજકોટની ભાગોળે રૂડા વિસ્તારમાં તેમજ શહેરથી નજીકના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપના ફાયર એનઓસી પણ મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખા હસ્તક જ આવે છે. આથી તેમને ત્યાં પણ ફાયર સેફટીની ચકાસણી કરાશે.

 

 

શહેરમાં ૧૧૦૦ જેટલા હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીનો સર્વે
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવેલા તમામ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીનો સર્વે કરવામાં આવશે. શહેરમાં કુલ કેટલી હાઇરાઇઝ ઇમારતો છે તેનો ચોકકસ આકં ટૂંક સમયમાં જાહેર થશે પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ૧૧૦૦ જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગ છે ત્યાં આગળ ફાયર સેફટીની ચકાસણી થશે.

 


શાળાઓની ટેરેસ પર બનાવાયેલા બિન અધિકૃત પ્લાસ્ટિક ડોમ દૂર કરાશે
રાજકોટ શહેરની વિવિધ શાળાઓ તેમજ ટયૂશન કલાસિસો દ્રારા પોતાની અગાસીમાં પ્લાસ્ટિક તેમજ ફાઇબરના ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ તમામ બિન અધિકૃત બાંધકામની વ્યાખ્યામાં આવે છે આથી તેનો સર્વે કરી દૂર કરવા પણ કાર્યવાહી કરાશે. જોકે, તે પૂર્વે હાલ શાળા–કોલેજો અને કલાસીસોના બિલ્ડીંગોમાં ફાયર સેફટી અંગેનો સર્વે ચાલુ છે અને નોટીસો અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS