લ્યો...દુનિયા ભરના લોકો બની ગયા ફૂલ, એક આર્ટીસ્ટની કલાકારીએ વૈજ્ઞાનિકો અને મહાસત્તાઓને ધંધે લગાડ્યા !

  • September 16, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઇન્ટરનેટ પર થોડા દિવસોથી એલિયન્સના મૃતદેહો સાથે ઘણા ફોટો અને સમાચાર વાઈરલ થઇ રહ્યા છે. તાજેતરમાં, એક એક્સ્ટ્રા-ટેરેસ્ટ્રીયલ એન્ટિટી સહિતનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મેક્સિકોમાં એલિયન્સના મળી આવ્યા હતા. આ બાદ તેના ચહેરાને છરી વડે કાપવામાં આવતો હોવાનો એક વીડિયો આવતા સૌ કોઈ ચોકી ગયા છે.

એક્સ્ટ્રા-ટેરેસ્ટ્રીયલ કેક પેસ્ટ્રી મેકર દ્વારા બનાવવામાં આવી હતી. X એ તેમના યુઝર્સને કોમ્યુનીટી નોટ સાથે પોસ્ટ કર્યું કે જે દર્શાવે છે કે મમીફાઇડ એલિયન ખરેખર એક કેક છે. 15 સપ્ટેમ્બરના રોજ, એક X યુઝર્સએ એક વિડિયો શેર કર્યો જેમાં મમીફાઇડ આકૃતિને છરી વડે કાપી નાખવામાં આવી હતી.

@The_Bakeking ના અધિકૃત X પેજ મુજબ, તેનું અસલી નામ બેન કુલેન છે. તે "એવોર્ડ વિનર કેક આર્ટિસ્ટ" છે અને આ અંગે વિવાદ વધતા તેણે જાહેર કર્યું કે તેણે Netflixના એક્સ્ટ્રીમ કેક મેકર્સમાં ભાગ લીધો હતો. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે.


જેમ જેમ પહેલા આ ફોટો ઓનલાઈન વાયરલ થયા, સોશિયલ મીડિયા પર તેના ઘણા મીમ્સ પણ વાઈરલ થયા છે. કેટલાક ન્યુઝપેપર અને અન્ય માધ્યમો પર આ મમી અથવા શબ કોર્ટમાં પેશ થયું હોઅવનો પણ દાવો કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application