25 ડિસેમ્બરે, સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રીએ લોકોને ઉપયોગી થાય તેવી નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. જેમાંની એક પહેલ છે, SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મનો પ્રારંભ. મુખ્યમંત્રીના કાર્યાલય (સીએમઓ) દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ (રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન) સાથે મળીને ભાષાના અવરોધોનો દૂર કરીને ટેક્નોલોજીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત, સીએમઓની વેબસાઇટ https://cmogujarat.gov.in/en/write-to-cmo હેઠળ ‘રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.
સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી નાગરિકો પોતાના સંદેશાઓ લખીને ટાઇપ કરવાને બદલે બોલીને ટાઇપ કરી શકશે. SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ – ભાષિણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચી શકશે. તેમજ, આ ટેક્નોલોદજી ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં પણ મદદરૂપ થશે.
આગામી સમયમાં સ્વર પ્લેટફોર્મ મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની વધતી જરૂરિયાત માટે કાર્ય કરશે. જેમાં સીએમઓની જરૂરિયાત અનુસાર રિસોર્સ લાયબ્રેરી તરીકે વધુ એનએલપી (NLP), ઓપન સોર્સ જેનએઆઇ (GenAI), એમએલ (ML), કોમ્પ્યુટર વિઝન (Computer Vision) વગેરે જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંસાધનો ઉમેરવામાં આવશે.
સ્વર પ્લેટફોર્મ થકી અંગ્રેજી કીબોર્ડને ન સમજી શકનારા સામાન્ય નાગરિકો પણ સરળતાથી બોલીને પોતાની અરજી કે ફરિયાદ સરકાર સુધી પહોંચાડી શકશે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ડિજિટલ ગુજરાત થકી ડિજિટલ ભારતના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech