લોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે

  • March 13, 2021 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાછલા 24 કલાકમાં દેશમાં વધુ 23,285 નવા કેસ નોંધાયા: કોરોનાના કેસ વધતા કાબૂમાં લેવા દેશમાં ક્યાંક લોકડાઉન તો ક્યાંક સીલ અને કરફ્યુ: લોકોમાં ડરદેશમાં કોરોનાની લહેર ફરી આવી ગઈ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને અનેક રાજ્યોમાં લોકડાઉન, કરફ્યુ અને અન્ય પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. આવા સંજોગોમાં લોકોને 2020ના જુના દિવસો યાદ આવી ગયા છે અને દેશ ફરી એક વખત લોકડાઉન તરફ જઈ રહ્યો છે કે શું તેવી ભીતિ અનુભવી રહ્યા છે.

 


પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના વધુ 23,885 નવા કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસ માત્ર 6 રાજ્યોમાં જ નોંધાયા છે. નવા કેસમાંથી 89% કેસ માત્ર મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કણર્ટિકા, ગુજરાત અને તામિલનાડુથી નોંધાયા છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં કોરોનાના રોજના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશનું પણ નામ છે. જેટલા દેશમાં એક્ટિવ કેસ છે તેમાંથી 71% કેસ તો મહારાષ્ટ્ર અને કેરળમાં જ છે. સ્થિતિને જોતા કેટલાક રાજ્યોમાં કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે પંજાબના કેટલાક જિલ્લાઓમાં પણ કડકાઈથી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સિવાય લોકલ લેવલ પર નાના-નાના વિસ્તારોને સીલ/ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.

 


મહારાષ્ટ્ર જિલ્લામાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. નાગપુરમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય અકોલા જિલ્લામાં પણ લોકડાઉન છે. જ્યારે નાસિક, ઠાણે, ઔરંગાબાદ, પરભણી, પુણે સહિત ઘણાં જિલ્લાઓમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં સ્કૂલો પણ બંધ કરાવાઈ છે અને નાઈટ કર્ફ્યૂ લાગુ કરાયો છે. મુંબઈમાં હજુ લોકડાઉન લાગુ નથી કરાયું પરંતુ એ કડક થઈને પગલા ભરવાનું શરુ કર્યું છે.

 


પંજાબમાં કોરોના કેસમાં વધારો થવાના કારણે પગલા ભરવામાં આવી રહ્યા છે. પાછળા અઠવાડિયે અહીં જલંધર, એસબીએસ નગર, હોશિયારપુર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. પટિયાલામાં પણ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.
ગુરુગ્રામમાં 18 ક્ધટેનમેન્ટ ઝોન થઈ ગયા હતા. આ વિસ્તારને સીલ કરાયા છે. મૂવમેન્ટ પર રોક લગાવવાની સાથે રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તાર હોટસ્પોટ બન્યા છે ત્યાં પોલીસ દ્વારા કોર્ડન ઓફ કરાઈ રહ્યો છે. માસ્ક ન રહેરનારા પાસે ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

 


ગાઝિયાબાદમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ ફેસેલિટીમાં 21 એન્જિનિયર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગામી 14 દિવસ સુધી પરિસરનો એક ભાગ સીલ કરી દેવાયો છે. શહેરમાં 6 મહિના બાદ આવી સ્થિતિ સર્જાઈ છે. દર્દીઓમાં સામાન્ય લક્ષણો દેખાયા છે. તેમના સહકર્મીઓ અને અન્ય સ્ટાફને એક બિલ્ડિંગ ક્વોરન્ટીન કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS