રાજકોટમાં રખડું કૂતરાની સંખ્યા 33000થી વધીને 39000 થઇ

  • July 06, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં રખડતા કૂતરાની સમસ્યા ઠેરની ઠેર!
નવા પાંચ ગામો ભળતા સંખ્યા વધ્યાનો તંત્રનો દાવો: ડોગ બાઇટના કેસ વધતાં વેક્સિનેશનની ઝડપ વધારાઇ

 


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શ્ર્વાન વ્યંધિકરણ ઓપરેશન અને હડકવા વિરોધી રસીકરણ પાછળ લાખો પિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં શહેરમાં રખડતા કૂતરાની સમસ્યા ઠેરની ઠેર રહી છે. ગત વર્ષે રાજકોટમાં રખડુ શેરી શ્ર્વાનની સંખ્યા 33 હજાર હતી તે આ વર્ષે વધીને 39 હજાર થઇ ગઇ છે. જોકે તંત્રવાહકો તદ્ન નવો જ તર્ક રજુ કરીને એવો દાવો કરી રહ્યા છે કે, રાજકોટમાં કૂતરાની સંખ્યામાં ઘટાડો થયો જ છે પરંતુ તાજેતરમાં નવા પાંચ ગામો ભળ્યા તે ગામોમાં અંદાજે 6000 જેટલા શેરી શ્ર્વાનો હોય હવે તેની પણ રાજકોટના શહેરી શ્ર્વાનોમાં ગણતરી થતાં શ્ર્વાનની સંખ્યા 39 હજાર થઇ ગઇ છે. વિશેષમાં મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ ક્ધટ્રોલ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં તાજેતરમાં ડોગ બાઇટના કેસ વધવા લાગતા શેરી શ્ર્વાનોને હડકવા વિરોધી રસી આપવાની ઝડપ વધારી દેવામાં આવી છે. 2010 બાદ સતત પ્રતિવર્ષ ઉત્તરોતર શ્ર્વાનની સંખ્યામાં ઘટાડો થયાનો તેમણે દાવો કર્યો હતો. ખાસ કરીને રસી આપવાના કારણે ડોગ બાઇટના કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

 

શેરી શ્ર્વાનોના પાલકો ઓપરેશન અને વેક્સિનેશનમાં ભારે અવરોધપ
એનીમલ ન્યુસન્સ ક્ધટ્રોલ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, શેરી શ્ર્વાનોના વ્યંધીકરણના ઓપરેશન માટે જયારે ટીમ પહોંચે છે ત્યારે જે તે વિસ્તારમાં રખડુ કૂતરા પાળતા હોય તેવા લોકો ઓપરેશન કરવા દેતાં નથી એટલું જ નહીં પરંતુ કૂતરાને હડકવા વિરોધી રસીકરણ પણ કરવા દેતાં નથી. જયારે ટીમ પહોંચે ત્યારે અમૂક વિસ્તારોના નાગરિકો તો રખડુ કૂતરાને તેમના ઘરમાં અંદર લઇ ડેલી બંધ કરી દે છે!

 


નવા ભળેલા પાંચ ગામોમાં કૂતરાની સંખ્યા છ હજાર
એનીમલ ન્યુસન્સ ક્ધટ્રોલ ડીપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં નવા ભળેલા માધાપર, મનહરપુર-1, ઘંટેશ્ર્વર, મુંજકા અને મોટામવા સહિતના પાંચ ગામોમાં રખડુ શેરી શ્ર્વાનોની સંખ્યા છ હજાર જેટલી છે, હવે ત્યાં આગળ પણ વ્યંધીકરણ ઓપરેશન અને હડકવા વિરોધી રસીકરણ ઝડપભેર શ કરાયું છે જેથી શ્ર્વાનની વસ્તીમાં વધારો ન થાય તેમજ ડોગબાઇટના કેસ ઘટાડી શકાય.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS