વિશ્વના ઘણા દેશોમાં કોવિડ -19 રસી પરના પ્રશ્નો વચ્ચે, સિંગાપોરમાં આ રોગચાળાના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ વધવાને કારણે ત્યાંની સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. COVID-19 ચેપમાં નવો ઉછાળો આવ્યો છે, કારણ કે એક સાપ્તાહમાં કેસ લગભગ બમણા થઈ ગયા છે. આ માટે FLiRT વેરિઅન્ટ જવાબદાર હોવાનું કહેવાય છે.
સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે શનિવારે ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. બીજી તરફ, ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસ 576 છે. FLiRT વેરિઅન્ટના 91 કેસ અહીં નોંધાયા છે. જો કે, ગંભીરતાનો કોઈ કેસ કે કોઈ અલગ લક્ષણો જોવા મળ્યા નથી. મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં FLiRT કેસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સરકાર નવી વેવની અસર પર નજર રાખી રહી છે.
કોરોના કેસ અગાઉના સપ્તાહના 13,700 થી લગભગ બમણા થઈને 25,900 થઈ ગયા છે. હોસ્પિટલમાં દાખલ કોવિડ -19 દર્દીઓની સંખ્યા પણ 181 થી વધીને 250 થઈ ગઈ છે. હોસ્પિટલોમાં બેડની કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે, સરકાર ખાસ ધ્યાન આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech