ભાવનગર શહેરમાં નવા કેસનો આંકડો ફરી સીંગલ ડિજીટથી દુર : 15 પોઝીટીવ

  • October 28, 2020 02:04 AM 163 views
  • જિલ્લામાં એક સમયે એક જ નવા કેસ બાદ ફરી 4-5-6 કેસ નોંધાવા લાગ્યા


ભાવનગરમાં શહેર કક્ષાએ કોરોનાના નવા કેસનો આંકડો સીંગલ ડિજીટમાં થતો થતો રહી જાય છે તો જિલ્લામાં એક સમયે માત્ર એક કેસ નોંધાયા બાદ ફરી 4-5-6 કેસ નોંધાઇ રહ્યા છે. ગુવારે 19 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે 25 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ 4,550 કેસો પૈકી હાલ 140 દર્દીઓ સારવાર હેઠળ છે.


ભાવનગર જિલ્લામા 19 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,550 થવા પામી છે. ભાવનગર શહેરી વિસ્તારમા 10 પુષ અને 5 સ્ત્રી મળી કુલ 15 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામ ખાતે 2, ઘોઘા તાલુકાના પાણીયાળા ગામ ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. ભાવનગર મહાપાલિકા વિસ્તારના 15 અને તાલુકાઓના 10 એમ કુલ 25 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કુલ 4,550 કેસ પૈકી હાલ 140 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,335 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application