દેશમાં સંક્રમિતોની સંખ્યા 50.20 લાખ પહોંચી માત્ર 11 દિવસમાં જ નોંધાયા નવા 10 લાખ કેસ

  • September 16, 2020 11:46 AM 381 views

દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 10 દિવસથી દેશમાં રોજના સરેરાશ 90 હજાર કેસ અને 1000 મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં હાલ કોરોનાનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે અને મૃત્યુઆંક 82 હજારને વટાવી ગયો છે.


સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 90,123 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,290 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર કરી ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,20,360 પર પહોંચી છે. જેમાંથી 9,95,933 એક્ટિવ કેસ છે અને 39,42,361 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 82,066 પર પહોંચ્યો છે.
દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કોરોનાના કેસ 11 લાખ નજીક પહોંચી ગયા છે અને કુલ મરણાંક 30 હજારને પાર થઈ ગયો છે. આંધ્રપ્રદેશમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો પાંચ લાખને વટાવી ગયો છે.


વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોમાં ભારત અમેરિકા પછી બીજા ક્રમે છે. જ્યારે મૃત્યુઆંકની દ્રષ્ટિએ અમેરિકા, બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે છે. અમેરિકામાં 1.99 લાખ, બ્રાઝિલમાં 1.32 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે.
30 જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યાના 109 દિવસ બાદ દેશમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ પહોંચ્યો હતો. બાકી 9 લાખ કેસ 69 દિવસમાં મળ્યા. પછી દર્દીઓનો આ આંકડો 10થી 20 લાખ થવામાં 21 દિવસ, 20થી 30 લાખ થવામાં 16 દિવસ લાગ્યા. ત્યારબાદ 30થી 40 લાખ કેસ થવામાં 13 અને 40થી 50 લાખ સંક્રમિત થવામાં 11 દિવસ લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં 5.90 કરોડથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ થઈ ચુક્યું છે. તેમાંથી 8.47 ટકા લોકો પોઝિટિવ મળ્યા છે.
દેશમાં સૌથી વધુ 10.90 લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. તો સૌથી વધુ 2.77 ટકા ડેથ રેટ પણ છે. તો રિકવરી રેટના મામલામાં ટોપ-7 સૌથી વધુ સંક્રમિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમિલનાડુ આગળ છે. અહીં 89.24 ટકા દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યો એવા છે જ્યાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. તેમાં પુડુચેરી, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યો સામેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application