દેશમાં સક્રિય કેસની સંખ્યા 10 લાખને પાર: 24 કલાકમાં રેકોર્ડ 1,45,384 નવા કેસ

  • April 10, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃત્યુઆંક પણ 794: એકલા મહારાષ્ટ્રમાં જ 58 હજારથી વધુ નવા કેસ: 9.80 કરોડને વેક્સિન અપાઈ



દેશમાં કોરોનાનો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશમાં નવા કેસની નવી ઊંચાઈ બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે.

 


દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે. કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.

 


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 58,993 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 301 લોકોનાં કોરોનાથી મોત થયા છે. નવા કેસની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,288,540 થઈ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી કુલ 57,329 લોકોનાં મોત થયા છે. ગુરુવારે અહીં કોરોના વાયરસના નવા 56,286 કેસ અને 376 મોત નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્યમાં હાલ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS