બરડાડુંગરનો નામચીન બુટલેગર અંતે ઝડપાયો

  • June 29, 2020 02:58 PM 240 views

બરડાડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમાવીને ઘોર ખોદી નાંખનાર નામચીન બુટલેગર ઝડપાયો છે, તેની સામે પ્રોહીબીશનના ૧૩ જેટલા ગુન્હાઓ નોંધાયા હતા.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ જિલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડવાના બાકી હોય તેવા આરોપીને પકડી પાડવા માટે ખાસ સૂચના કરેલ હોય, જે અન્વયે એલ.સી.બી. પી.આઈ. એમ.એન. દવે તથા એલ.સી.બી. પી.એસ.આઈ. એન.એમ. ગઢવીનાઓએ છેલ્લા ઘણાં સમયથી બરડાડુંગરમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતો અને ડુંગરમાં જ છૂપાઈને રહેતો આરોપી ચના જીવાભાઈ ગુરગુટીયાને પકડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એલ.સી.બી. ના એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા તથા પી.સી. દિલીપભાઈ મોઢવાડીયાને ચોક્કસ હકીકત મળેલ કે પ્રોહીબીશનના ગુન્હાના કામે નાસતો–ફરતો આરોપી રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામનો રહેવાસી ચના જીવાભાઈ ગુરગુટીયા બરડાડુંગરથી આદિત્યાણા કાદા વિસ્તારમાં તેના રહેણાંક મકાને આવવાનો છે. જે હકીકત આધારે વોચમાં રહી આરોપીને આવતા જ કોર્ડન કરી પકડી પાડેલ છે અને આરોપીને કોવિડ–૧૯ ના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવા મોકલી આપેલ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ચના જીવાભાઈ ગુરગુટીયા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સાત, કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ચાર અને કમલાબાગ તથા ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં એક–એક ગુન્હા સહિત કુલ ૧૩ ગુન્હાઓ નોંધાયેલા છે. આ નાસતા–ફરતા આરોપીને ઝડપી લેવાની કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. પી.આઈ. એમ.એન. દવે તથા એલ.સી.બી. પી.એસ.આઈ. એન.એમ. ગઢવી, એ.એસ.આઈ. રમેશભાઈ જાદવ, બટુકભાઈ વિંઝુડા, એચ.સી. રવિભાઈ ચાંઉ, ગોવિંદભાઈ મકવાણા, પી.સી. સલીમ પઠાણ, દિલીપભાઈ મોઢવાડીયા, સુરેશભાઈ નકુમ વિગેરે રોકાયેલા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application