આગામી 2 સપ્તાહમાં જોવા મળશે કોરોનાનું ભયંકર સ્વરુપ : વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી

  • April 05, 2021 08:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દુનિયાભરમાં અનેક દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધતાં કેસ વચ્ચે અમેરિકી સંક્રામક રોગ વિશેષજ્ઞએ ભવિષ્યવાણી કરી છે કે આગામી બે સપ્તાહમાં વૈશ્વિક સ્તર પર રોજ આવતાં કેસમાં સૌથી મોટો ઉછાળો નોંધાશે. તેમણે કહ્યાનુસાર વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસ મહામારીનું જોખમ પાંચમી કેટેગરીના ચક્રવાતી તોફાન જેવું છે. આવનાર દિવસોમાં સંક્રમણના કેસમાં વધારો થશે. 

 

 

જો કે રસીકરણ શરુ થયા બાદ સંક્રમણના કેસમાં ઘટાડો થયો હતો. પરંતુ ભારત, અમેરિકા, બ્રાઝીલ, ઈટલી અને જર્મનીમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેના કારણે ફરી એકવાર વૈશ્વિક સ્તર પર કોરોનાના કારણે મોટું સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS