છેલ્લા 24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ, 1761 લોકોના મોત, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ પાર

  • April 20, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ ની નવી લહેર ડરામણી બની રહી છે: રોજે રોજ દૈનિક કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે

 



દેશમાં કોરોના વાયરસ ની નવી લહેર ડરામણી બની રહી છે. રોજે રોજ દૈનિક કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2.59 લાખથી વધુ કેસ નોંધાયા છે.

 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. જેમાંથી 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જ્યારે 20,31,977 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1761 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,80,530 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 12,71,29,113 લોકોને રસી આપવામાં આવી છે.

 


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,94,14,035 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 15,19,486 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS