ગુજરાતમાં ચોમાસું ઉભુ રહી ગયું

  • June 11, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશમાં મેઘરાજાનું આગમન વહેલું: હવામાન ખાતાની આગાહી: જબલપુર, ભોપાલ અને ગ્વાલિયર સહિત મધ્યપ્રદેશમાં વરસાદ

 ગુજરાતમાં મુંબઇની સાથે જ ચોમાસું બેસી ગયુ છે પરંતુ દક્ષિણ ગુજરાતના બે જિલ્લા પુરતુ મર્યાદિત રહી ગયુ છે. બીજા શબ્દોમાં કહીએ તો ચોમાસું ઉભુ રહી ગયુ છે જો કે આગામી બે દિવસમાં તે પ્રગતિ કરશે તેવુ હવામાન ખાતાએ જણાવ્યુ છે. કોરોનાકાળથી ત્રાસેલી પ્રજા માટે હવામાન ખાતાએ ચોમાસા અંગેના શુભ સમાચાર આપ્યા છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું જલ્દી બેસશે.

 


દેશના બાકીના ક્ષેત્રોમાં પણ દક્ષિણ પિમી ચોમાસું છ દિવસ વહેલું બેસી રહ્યું હોવાની આગાહી હવામાન ખાતાએ ગુવારે કરી હતી. દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર્રનો બાકીનો વિસ્તાર, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દક્ષિણ વિસ્તાર છત્તીસગઢ, ઓડીશા, બિહારમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, તેવું હવામાન ખાતાએ કહ્યું હતું.

 


ગુજરાતના વધુ વિસ્તાર મધ્ય પ્રદેશ, પિમ બંગાળ, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ વિગેરેમાં આગામી ૪૮ કલાકમાં ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગો છે. તે પછીના બે દિવસમાં ચોમાસું પિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં પહોંચી શકે છે. સામાન્ય રીતે જૂનના અંતમાં દિલ્હીમાં ચોમાસું બેસતું હોય છે પણ આ વખતે વહેલું બેસે તેવી અપેક્ષા છે. હળવાં દબાણનાં પટ્ટાના પ્રભાવ હેઠળ પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ તેમ જ અમુક વિસ્તારમાં છૂટોછવાયો કે હળવો વરસાદ જોવા મળે તેવી શકયતા હોવાનું હવામાન ખાતા દ્રારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

 


૧૧–૧૨ જૂને ઓડિશા, ૧૧–૧૩ જૂન દરમિયાન છત્ત્ાીસગઢ, ૧૩ જૂને પૂર્વ મધ્ય પ્રદેશ તેમ જ ૧૨ અને ૧૩ જૂને વિદર્ભમાં છૂટાછવાયાથી લઈને ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

 


૧૨થી ૧૫ જૂન દરમિયાન કેરળ અને કોંકણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા હોવાનું તેમણે કહ્યું હતું. હવાનાં હળવાં દબાણનાં પટ્ટાને કારણે રાજસ્થાનને બાદ કરતાં ૧૨થી ૧૪ જૂન દરમિયાન ઈશાન ભારતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એમ જણાવતાં હવામાન ખાતાએ કહ્યું હતું કે ૧૨મી જૂને ઉત્તરાખડં અને ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયાથી લઈને ભારે વરસાદ થશે.

 


નર્ઋત્યનું ચોમાસું ગુવારે એટલે કે તેનાં નિર્ધારિત સમય કરતાં સાત દિવસ વહેલું મધ્ય પ્રદેશમાં આવી પહોંચ્યું હતું જેને પગલે હવામાન ખાતાને જબલપુર અને શાડોલ વિભાગમાં આરેન્જ અલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી.

 


છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જબલપુર, ભોપાલ અને ગ્વાલિયર સહિત રાયના અનેક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળ્યો હોવાનું ભોપાલ હવામાન ખાતાના વરિ અધિકારી પી. કે. સહાએ કહ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS