વિનિવેશ તરફ ઝડપથી આગળ વધી રહી છે મોદી સરકાર

  • March 16, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે વિનિવેશ મોરચે કામ ઝડપી બનાવ્યું છે અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એટલે કે બીઈએમએલ માટે નાણાકીય બોલીઓ બોલાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર, સરકારે નિયુક્ત સલાહકારોને નાણાકીય બોલીની પ્રક્રિયા શરૂ કરવા માટે કંપનીની વિનિવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. આ કેસ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ સરકારે સલાહકારોને એક થી બે અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે જેથી કંપનીનો હિસ્સો વેચવાની પ્રક્રિયા ઓપચારિક રીતે શરૂ થઈ શકે.

ગયા મહિને જ સરકારે બીઈએમએલમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે કંપનીઓને પ્રારંભિક બિડ રજૂ કરવાની તારીખ 1 માર્ચથી 22 માર્ચ સુધી લંબાવી હતી. આ સમય દરમિયાન સરકારી કંપની જમીન અને અન્ય ઇમારતો વેચવાના વિકલ્પો પર કામ કરી રહી હતી. 22 માર્ચ સુધીમાં બિડ્સ પ્રાપ્ત થયા પછી, ટ્રાંઝેક્શન સલાહકાર પસંદ કરેલા બોલીધારકોને ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાના આગલા રાઉન્ડ વિશે માહિતી આપશે. બીઈએમએલ મૂળભૂત રીતે રેલ, સંરક્ષણ, ખાણકામ, વીજ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. સરકાર હાલમાં કંપનીમાં 54 ટકા હિસ્સો ધરાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS