કોરોનાની ત્રીજી લહેર સામે તંત્ર એક્શનમોડ પર

  • May 11, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેડિકલ પ્રોટોકોલ, સારવાર, વગેરે પર કામ કરતી સરકાર: ટુંક સમયમા એક્શન પ્લાન જાહેર કરાશેકોરોનાવાયરસ સંક્રમણની એકથી વધુ લહેરોનો સામનો કરવા વિશ્વના જુદા જુદા દેશો ના અનુભવના આધારે ભારતમાં પણ થર્ડ વેવ આવીશ શકે છે તે વાત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે આ થર્ડ વેવ ન આવે અથવા તો આવે તો તેની અસરો સેક્ધડ વેવ કરતા ઓછી કરી શકાય તેના ઉપાયો પગલાં અને તેની પૂર્વ તૈયારી સંદર્ભે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કોવીડ ટાસ્ક ફોર્સના તજજ્ઞોની મહત્વની બેઠક મળી હતી.

 


આ બેઠકમાં સંભવિત લહેરમાં શક્ય તેટલા ઓછા લોકો સંક્રમિત થાય અને મૃત્યુદર ઘટે તેવા પગલાં પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ત્રીજી લહેર માટે આગોતરા આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે મેડિકલ પ્રોટોકોલ ,ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ઓક્સિજન વ્યવસ્થા ,હોસ્પિટલોમાં બેડ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વધુ સુદ્રઢ બનાવવા અંગે માઈક્રો પ્લાનિંગ સાથે નો એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે આગામી બે-ત્રણ દિવસમાં આ એક્શન પ્લાન આખરી જાહેર કરવામાં આવશે.

 


ગઈકાલે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારની પહેલી લહેર અને બીજી લહેર ના અનુભવ સારવાર પદ્ધતિ આપણી પાસે છે તેના આધાર પર ત્રીજી સંભવિત લહેરમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને મૃત્યુદર સાવ નજીવો રહે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે.

 


ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ ની સેક્ધડ વેવ આગામી બે ત્રણ સપ્તાહમાં નબળી પડી શકે તેવા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે. સંભવિત આગામી ત્રીજી લહેર ને લઈને રાજ્ય સરકારે વિવિધ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 


  વિશ્વના જુદા જુદા દેશોના અનુભવને આધારે એવું માનવામાં આવે છે કે ત્રીજો વેવ ભારતમાં આવશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે.આ થર્ડ વેવ ન આવે અને આવે તો તેની અસરોને ઓછી કરી શકાય તે દિશામાં ઉપાયો પગલાં અને પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે .ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને મળેલી, કોરોનાના તજજ્ઞોની કમિટીની બેઠકમાં ભાવી રણનીતિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેની જાહેરાત આગામી બે-ત્રણ દિવસમાં કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS