મહત્તમ તાપમાન બે ત્રણ ડિગ્રી ઘટશે:ગરમીમાં રાહત નહીં મળે

  • May 22, 2020 06:48 PM 278 views

સુરેન્દ્રનગર, ડીસા સહિતના રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન સરેરાશ ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.ઓખા, દ્વારકા, પોરબંદર, દીવ, વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૩થી ૩૭ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે કચ્છમાં હીટ વેવ કન્ડિશન યથાવત રહેવા પામી છે. જોકે તે સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાનના પારાની એકધારી આગેકૂચને બ્રેક લાગી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણેક દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ખાસ કોઇ વધારો નહીં થાય અને ઊલટાનું સરેરાશ બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાના કારણે ગરમીમાં રાહત મળશે. રાજકોટ, કંડલા,ભાવનગર, પોરબંદર, નલિયા સહિતના વિસ્તારોમાં ગઈકાલે ૨૦ થી ૨૨ કિલોમીટરની ઝડપે લૂ ફૂકાઈ હતી.  સવારે પવનની ગતિ ૮ થી ૧૦ કિલોમીટર વચ્ચે રહેવા પામે છે પરંતુ બપોરે તે વધીને ૨૨ થી ૨૫ કિલોમીટર પહોચી જતી હોય છે. બપોરે પવનની ગતિ વધી જવાના કારણે ગરમીની સાથોસાથ લૂ નો પ્રકોપ પણ વધી જતો હોય છે. સુરેન્દ્રનગર, કંડલા, અમદાવાદ, ડીશા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.  અમરેલી, રાજકોટ,ભૂજ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application