આકરો બનતો ઉનાળો, મહત્તમ તાપમાન ફરી 39થી ઉપર

  • April 08, 2021 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત રાત્રે લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી રહેતા સવારે ઠંડક અનુભવાઈ



ભાવનગર શહેરમાં કોરોનાની સાથે ઉનાળો પણ આકરો થતો જાય છે. રવિવારે 38 ડિગ્રી રહેલું તાપમાન વધીને મંગળવારે 39 ડિગ્રીને વટાવી ગયુ હતું. જો કે લઘુત્તમ તાપમાનમાં આજે બે ડિગ્રી જેવો ઘટાડો નોંધાતા સવારના ભાગે ઠંડક રહી હતી.

 


મંગળવારે બપોરે મહત્તમ તાપમાન પારો 39 ડિગ્રીને વટી જતાં નગરજનોએ સખત ગરમીનો અનુભવ કર્યો હતો. વધુમાં બપોર બાદ 20 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા ગરમી આકરી બની હતી. ભાવનગર શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન વધીને 38.1 ડિગ્રી સેન્ટિગ્રેડ થયું હતું તે મંગળવારે 1 ડિગ્રી વધીને 39.1 ડિગ્રી થતા નગરજનોએ ઉનાળાની આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. મંગળવારની રાત્રે તાપમાન થોડુ ઘટ્યુ હતું. સોમવારે રાત્રે 25.2 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગયેલ લઘુત્તમ તાપમાન આજે બુધવારે સવારે 22.8 ડિગ્રી નોંધાયુ હતું. સવારના ભાગે ગરમીમાં રાહત સાથે ઠંડકનો અનુભવ રહ્યો હતો. હવામાં ભેજના પ્રમાણમાં પણ 11 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો આજે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 17 ટકા નોંધાયું હતું. આમ મહત્તમ તાપમાનની સાથે પવનની ઝડપ પણ વધતા નગરજનોએ આકરા ઉનાળાનો અનુભવ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS