કોઠારીયા સોલવન્ટના શખસે યુવાનને છરીના બે ઘા ઝીંકયા

  • April 15, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મશ્કરી કરવાની ના કહેતા ઉશ્કેરાઇ યુવાનને છરી ઝીંકી તેના મિત્રના માથા દીવાલમાં ભટકાડયા



રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા હુસેની ચોકમાં પાની દુકાન પાસે બે મિત્રો બેઠા હતા દરમિયાન એક શખસ આવી મશ્કરી કરતો હોય તેને મશ્કરી કરવાની ના કહેતા એક યુવાનનું માથું દીવાલમાં અથડાવી તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો જ્યારે અન્ય યુવાનને આ શખસે છરીના બે ઘા ઝીંકી દીધા હતાં. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ કોઠારીયા શિવ શક્તિ સોસાયટી શેરી નંબર 3 માં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરનાર વિશાલ છેલાભાઈ જોગરાણા (ઉ.વ 23) દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં હુસેની ચોકમાં રહેતા અમન ફિરોજભાઈનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના 09:00 વાગ્યા આસપાસ તે તથા તેમના મિત્ર સુધીરસિંહ વાળા અહીં હુશેની ચોક ખાતે આવેલી મોગલ પાનની દુકાને બેઠા હતા.




દરમિયાન ફિરોજ અહીં આવ્યો હતો. સુધીરસિંહ ફોનમાં વાત કરતા હોય અમન મશ્કરી કરી ગાળો બોલતો હોય જેથી તેને ગાળો બોલવાની ના કહી હતી. બાદમાં અમને ઉશ્કેરાઇ બંનેને ગાળો આપી હતી ત્યારબાદ સુધીરસિંહને ઢીકાપાટોનો મારમારી દીવાલ સાથે માથા ભટકાડ્યા હતા. દરમિયાન ફરિયાદી વિશાલ વચ્ચે પડતા અમને નેફામાંથી છરી કાઢી વિશાલને છરીના બે ઘા ઝીકી દીધા હતા ત્યારબાદ અહીં દેકારો થતા અમન નાસી ગયો હતો. હુમલામાં ઘવાયેલા વિશાલ અને સુધીરસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે અમન ફિરોજભાઈ સામે આઇપીસીની કલમ 324, 323, 504 અને જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. બનાવવાની વધુ તપાસ પીએસઆઇ એમ.ડી લોખીલ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application