પૂર્વસુધરાઇસભ્યના ઘરે ફાયરીંગ કેસમાં પિસ્તોલ આપનાર મુખ્ય આરોપી ઝબ્બે

  • October 28, 2020 02:04 AM 309 views

 

પોરબંદરના કામદાર ચોક વિસ્તારમાં પૂર્વસુધરાઇસભ્યના ઘરે ઓગષ્ટ મહીનાના અંતમાં થયેલા ફાયરીંગ કેસમાં પિસ્તોલ આપનાર મુખ્ય આરોપીને એસઓજી પોલીસે ઉતર પ્રદેશ જઇને પકડી પાડયો છે.

પોરબંદરના રાજુ રાણા ઓડેદરાએ તા. 27/8/2020 ના રોજ પોરબંદર કડીયાપ્લોટમાં નગરપાલીકાના પૂર્વકાઉન્સીલર ભલાભાઇ મૈયારીયાના ઘર ઉપર ગેરકાયદેસર હથીયાર પીસ્તોલમાંથી ફાયરીંગ કરી ્રપશાંત સીસોદીયા નામના યુવકને ઇજા કરવાના ગુનામાં ગુનેગારો વિરૂધ્ધ ઉંડાણપૂર્વક તપાસ થવા અને ગે.કા. હથીયાર સપ્લાય કરનાર ઇસમોને ઝડપી પાડવા સુચનાઓ કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ એસ.ઓ.જી. પોરબંદરને સોંપવામાં આવેલ. બાદ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહિલ દ્વારા આ ગુનાની તપાસ સંભાળવામાં આવેલ અને આ ગુનાની તપાસ દરમ્યાન રાજુ રાણા ઓડેદરાને હથીયાર આપનાર રમેશ ચનાભાઇ ઓડેદરા રહે. જી.આઇ.ડી.સી. પોરબંદર તથા રમેશ ચના ઓડેદરાને હથીયારની સગવડ કરી આપનાર બાસુદેવ  ગોવિંદ નાહક રહે. હાલ અલંગ ભાવનગર મુળ રહે. ઓરીસ્સા, ગિરવાનસિંહ અજીતસિંહ રાઠોડ રહે. મધુબન તા. તળાજા વાળાને અગાઉ અટક કરવામાં આવેલ અને આ પીસ્ટલ આરોપી બાસુદેવ ગોવિંદ નાહક રહે. મુળ ઓરીસ્સા વાળો રાજન ઉર્ફે રાજેશ રામનિવાસ રહે. ગજપુર તા. બંસગાવ જી. ગોરખપુર (યુ.પી.)વાળા પાસેથી લાવેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાયેલ. બાદ આ હથીયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી.ના એએસઆઇ કિશનભાઇ ગોરાણીયા તથા હેડ કોન્સ. સરમણભાઇ રાતીયા તથા પો.કોન્સ. સમીરભાઇ જુણેજાની ટીમને ઉતરપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ અને તેઓએ આરોપી રાજન ઉર્ફે રાજેશ રામનિવાસ રહે. ગજપુર તા. બંસગાવ જી. ગોરખપુર (યુ.પી.) વાળાને તેમના વતનના ગામે ઉતરપ્રદેશથી ઝડપી પાડી પોરબંદર લાવતા અટક કરેલ છે. મજકુર આરોપીએ આવા ગે.કા. વધુ હથીયારો કોઇને આપેલ છે કે કેમ? તે બાબતને તેની ઉંડાણપૂર્વકની પુછપરછ ચાલુ છે. આમ ફાયરીંગના ચકચારી કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં એસ.ઓ.જી.ને સફળતા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application