સોનીબજારને સિમેન્ટ રોડથી મઢો: મામલો મેયર સુધી પહોંચ્યો

  • June 09, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની દાયકાઓ જૂની સોનીબજાર ખૂબજ સાંકડી હોય અને ત્યાં આગળ દર વર્ષે બનાવાતા ડામર રોડ તૂટી જતા હોય. ચોમાસામાં સોની મહાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. સોનીબજારને સિમેન્ટ રોડથી મઢી દેવા માટે સોનીબજારના વેપારીઓએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં રજૂઆત કરતા આજે ચેમ્બર ઓફ કોમર્સે સોનીબજાર રોડને સિમેન્ટ રોડ બનાવવા મેયર ડો.પ્રદિપભાઈ ડવને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં સોનીબજાર અંગે રાજકોટ ચેમ્બરે મેયરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કયારેક વીજ તંત્રના કામે તો કયારેક ટેલિફોન તંત્રના કામે રસ્તા ખોદવામાં આવે છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ દ્રારા પણ અવાર–નવાર ખોદકામ કરાતું હોય છે આ ઉપરાંત મહાપાલિકા તત્રં દ્રારા નળ અને ગટરના કામે રસ્તા ખોદી નાખવામાં આવતા હોય છે. નવા ડામર રોડ બને કે એકાદ વર્ષમાં જ ફરી જર્જરીત થઈ જતા હોય છે આથી સોનીબજારના વેપારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સોનીબજારમાં સિમેન્ટ રોડ બનાવી આપવામાં આવે તો વર્ષેા સુધી નવો રોડ બનાવાની જરૂરિયાત રહેશે નહીં મહાપાલિકા તંત્રને ખર્ચની બચત થશે અને સોની વેપારીઓની પરેસાની દૂર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS