હદ થઈ ગઈ! એન્ટિજન ટેસ્ટિંગ માટે પણ વેઈટિંગ

  • April 16, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાનો રાક્ષસ ધૂણવા લાગ્યો છે અને દરરોજ કેસની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થવા લાગ્યો છે. એક તરફ તંત્રવાહકો જે નાગરિકોને લક્ષણો જણાતા હોય તેમનો અને તેમના પરિવારજનોનો ટેસ્ટ કરાવી લેવો તેવી અપીલો કરી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે નાગરિકો ટેસ્ટ કરાવવા માટે જાય ત્યારે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ત્રણ-ત્રણ કલાક અને કયારેક તો ચાર-ચાર કલાકનું વેઈટિંગ જોવા મળે છે. જાહેર ટેસ્ટ બૂથ કરવામાં આવ્યા છે પરંતુ રાજકોટ શહેરની 20 લાખની વસતી માટે ફકત દસ જ જાહેર ટેસ્ટ બૂથ શરૂ કરવામાં આવ્યા હોય જે ખુબ ઓછા પડે છે છતાં તંત્રવાહકો જાગતા નથી. એક તરફ રાજકોટમાં ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે અને બે લાખ એન્ટિજન કિટનો ઓર્ડર અપાયાની વાતો થઈ રહી છે પરંતુ જ્યારે નાગરિકો ટેસ્ટ કરાવવા માટે આવે ત્યારે તેમને ફરજિયાત ત્રણથી ચાર કલાક વેઈટિંગમાં રહેવું પડે છે તે વાસ્તવિકતા છે.

 

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ લગાતાર ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. તા.31 માર્ચના રોજ 5530 ટેસ્ટ, તા.1લી એપ્રિલના રોજ 5875 ટેસ્ટ, તા.2ના રોજ 6528 ટેસ્ટ, તા.3ના રોજ 6983 ટેસ્ટ, તા.4ના રોજ 6368 ટેસ્ટ, તા.5ના રોજ 7334 ટેસ્ટ, તા.6ના રોજ 8470 ટેસ્ટ, તા.7ના રોજ 8052 ટેસ્ટ, તા.8ના રોજ 10,318 ટેસ્ટ, તા.9ના રોજ 10,528 ટેસ્ટ, તા.10ના રોજ 11637 ટેસ્ટ, તા.12ના રોજ 11570 ટેસ્ટ, તા.13ના રોજ 12157 ટેસ્ટ, તા.14ના રોજ 14360 ટેસ્ટ અને આજે તા.15ના રોજ પણ 12000થી વધુ ટેસ્ટ કરવામા આવ્યા છે. ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે તે સારી બાબત છે પરંતુ ટેસ્ટ વધારવાની સાથે આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ સ્ટાફ અને જાહેર ટેસ્ટ બૂથની સંખ્યા પણ વધારવી જોઈએ જેમાં વધારો કરવામાં આવતો નથી તેના લીધે એન્ટિજન ટેસ્ટ માટે પણ નાગરિકોએ વેઈટિંગમાં ઉભા રહેવું પડે છે. એક તરફ ઉનાળાની ધોમધખતી ગરમી અને બીજીબાજુ તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો સાથે નબળાઈ અને થાક અનુભવતા લોકોએ કલાકો સુધી ટેસ્ટ માટે વેઈટિંગમાં ઉભું રહેવું પડે છે તે ખુબ જ શરમજનક સ્થિતિ છે. ટેસ્ટની ફ્રિકવન્સ વધારવાની સાથે જ સ્ટાફ અને બૂથની સંખ્યા પણ વધારવી અત્યંત જરી છે. રાજકોટમાં હાલ અનડિકલેર્ડ મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ જોવા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS