સલાયાના આગેવાનો દ્વારા ડી.આઇ.જી. ને રજૂઆત

  • September 26, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારકા-ખંભાળીયા મુકામે એસ.પી. કોન્ફરન્સ હોલમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લાના પત્રકારો તથા અગ્રણીઓની એક મીટીંગ તા. રપ/09/ર0ર3 ના બપોરે 3 કલાકે બોલાવેલ, જેમાં જીલ્લાભરના 80 જેટલા આગેવાનો તથા પત્રકારો હાજર રહેતા. આ મીટીંગમાં વરિષ્ઠ પત્રકાર તથા વેપારી મંડળના પ્રમુખ ભરત લાલ દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે ગુજરાતભરમાં 8ર વર્ષે કરોડોનો બ્રાન્ડેડ દારૂ પોલીસ પકડે છે. આ દારૂનો નાશ કરવાને બદલે યોગ્ય એજન્સી દ્વારા પરવાનેદાર દારૂના લાયસન્સથી વેચાણ કરી ઉપજતી રકમ પોલીસ વેલફેર ફંડમાં જમા કરવી તથા દેશી દારૂનું હાલમાં બ્રિટીશ કાળથી રૂ. 1 ના લીટરથી જપ્ત થયેલ. રકમ પી.આઇ.આર.માં દશર્વિાય છે. જેમાં સુધારો કરી દેશી દારૂની કિંમત 1 લીટરની રૂ. 100 ગણવી. જેથી દારૂના ગેરકાયદેસર ધંધાર્થીને વધુ સાજા થઇ શકે. આઇ.જી. દ્વારા આ વાત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા ખાત્રી આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application