સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં પણ કોરોનાના કેસ ડિટેક્ટ કરવા માટેની લેબોરેટરી હોવી જોઇએ તેવી વિધિવત દરખાસ્ત રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયમાં કરવામાં આવી છે અને અત્યંત ટૂંક સમયમાં આ અંગેની વિધિવત જાહેરાત થાય તેવી સંભાવના હોવાનું ટોચના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે આ બાબતે તેમની સમક્ષ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તાત્કાલિક આ રજૂઆત મુજબ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયમાં રાજકોટમાં લેબોરેટરી શરૂ કરવા માટેની વિધિવત દરખાસ્ત કરવામાં આવી છે.રાજકોટની સાથોસાથ વડોદરાની પણ લેબોરેટરી શરૂ થાય તેમ સંપર્ક સૂત્રો જણાવી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં અમદાવાદ, જામનગર, ભાવનગર અને સુરતમાં આ માટેની લેબોરેટરી કાર્યરત છે અને તેમાં રાજકોટ તથા વડોદરાનો ઉમેરો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationજામનગર : ૩૮ જેટલી ખાણીપીણીની દુકાનો કરાઈ સીલ
April 15, 2021 07:23 PMરાજકોટ : રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટેના ઇલેક્ટ્રિક મશીનમાં સર્જાઈ ખામી
April 15, 2021 07:22 PMરાજકોટ : જીલ્લા કલેકટર રેમ્યા મોહનનું નિવેદન, રેમડેસીવિર ઈનજકેશનના જથ્થાનો કોઈ સંગ્રહ ના કરે
April 15, 2021 07:18 PMએલન મસ્કની મુશ્કેલીઓ વધી : સેટેલાઈટ કંપની સ્ટારલિંકને ભારતમાં કાર્યરત થવા આવી છે અડચણ
April 15, 2021 06:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech