વાનખેડેમાં રાત્રે 8 કલાક પછી પણ પ્રેક્ટિસ કરી શકશે ખેલાડી, સરકારે આપી મંજૂરી
વાનખેડેમાં રાત્રે 8 કલાક પછી પણ પ્રેક્ટિસ કરી શકશે ખેલાડી, સરકારે આપી મંજૂરી
April 06, 2021 11:43 AM
દુનિયાભરમાં ફેલાયેલો ઘાતક કોરોના વાયરસ આઈપીએલને પણ અસર કરશે. સીઝન શરુ થતા પહેલા કેટલાક ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. સાથે જ મુંબઈમાં કેટલાક ગ્રાઉંડમેન પણ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. જેની અસર ટીમના પ્રેક્ટિસ સેશન પર પણ પડી છે.
જો કે હવે મહારાષ્ટ્ર સરકારે ખેલાડીઓને રાત્રે 8 કલાક બાદ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે. કોરોનાથી મુંબઈ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેથી સરકારે રાત્રિ કર્ફ્યુની ઘોષણા કરી છે. પરંતુ આ સમય દરમિયાન રાત્રે આઠ વાગ્યા બાદ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકશે. ટીમોને હોટલ સુધી આવવા છૂટ આપવામાં આવી છે.
સરકારે આઈપીએલની ટીમોને બાયો સિક્યોરનું કડક પાલન કરી રાત્રે 8 કલાક પછી પણ અભ્યાસ કરવા મંજૂરી આપી છે. આઈપીએલ 9 એપ્રિલથી શરુ થશે.