ગુજરાતમાં ‘સમ ખાવા પૂરતો’ વરસાદ: અમુક સ્થળે છાંટા પડ્યા

  • June 15, 2021 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ આજે ડાંગ જિલ્લાના આહવામાં દસ મિલિમીટર

 



ગુજરાતમાં સેડ્યુલ કરતા દિવસ વહેલું ચોમાસું શરૂ થઈ જતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા પરંતુ જોરદાર પ્રારંભ બાદ બીજા જ દિવસથી વરસાદનું જોર અને વ્યાપ ઘટયા છે. આજે તો સમગ્ર રાજ્યમાંથી વરસાદી માહોલ વિખેરાઇ ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ડાંગ સુરત નવસારી તાપી અને વલસાડ જિલ્લામાં અલગ અલગ છ સ્થળે માત્ર છાંટા પડ્યા છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 10 મિલી મીટર એટલે કે અડધા ઈંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે.

 


ડાંગ જિલ્લાના વધઈમાં 8 સુબીરમા 2 સુરત જિલ્લાના બારડોલી માં પાંચ નવસારી જિલ્લાના ચીખલીમાં 5 તાપી જિલ્લાના સોનગઢ અને વાલોદમાં ત્રણ ત્રણ અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં માત્ર બે મિલીમીટર વરસાદ પડ્યો છે.

 


ગઈકાલ સાંજથી આકાશમાં ભેજવાળા વાદળોનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે તાપમાનનો પારો થોડો નીચે ઊતર્યો છે પરંતુ ગરમી અને બફારો યથાવત રહ્યો છે.
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેની અસરના ભાગરૂપે ભેજવાળા વાદળોનું પ્રમાણ વધ્યું છે.

 

 

બંગાળની ખાડીમાં જો નવી મોન્સૂન સિસ્ટમ ઉદ્ભવે અને ચોમાસું વધુ એડવાન્સ બને તો અરબી સમુદ્રનું સાયક્લોનિક સરક્યુલેશન વધુ વરસાદ લાવવા માટે પ્રભાવક બને તેમ છે હાલ તુરત ચાર-પાંચ દિવસ નોંધપાત્ર વરસાદ ની શક્યતા ઓછી છે. અરબી સમુદ્રમાં પવનની ગતિ જોરદાર રીતે વધી ગઈ છે પ્રતિ કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે અને અમુક તબક્કે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

 


તારીખ 3 મે ના રોજ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ માત્ર દસ દિવસના ટૂંકા સમયગાળામાં દેશના 80 ટકા વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું હતું પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી એ જોર નબળું પડ્યું છે ચોમાસું આગળ વધતું અટકી ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS