ઇન્ડિયન બેન્ક એસોસિએશન રૂ. ૬,૦૦૦ કરોડની બેડ બેન્ક શરૂ કરશે

  • July 19, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંપનીના રજિસ્ટ્રાર પાસેથી લાઇસન્સ મેળવી લીધા બાદ ઇન્ડિયન બેંકસ એસોસિયેશન (આઇબીએ) ટૂંક સમયમાં ૬,૦૦૦ કરોડ પિયાની નેશનલ અસેટ રિકન્સ્ટ્રકશન કંપની લિમિટેડ (એનએઆરસીએલ) અથવા બેડ બેંક સ્થાપવા રિઝર્વ બેંક આફ ઇન્ડિયા (આરબીઆઇ)ને અરજી કરશે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે.

 


કંપનીની નોંધણી સાથે . ૧૦૦ કરોડની પ્રારંભિક મૂડી મૂકવાની પ્રક્રિયા પણ માર્ગદર્શિકા મુજબ ચાલુ છે, એમ જણાવતા સૂત્રોએ કહ્યું હતું કે આગામી પ્રક્રિયામાં આડિટ કરવામાં આવશે અને ત્યાર બાદ આરબીઆઇ પાસે અસેટ રિકન્સ્ટ્રકશન કંપની માટે લાઇસન્સ મેળવવા અરજી કરવામાં આવશે.

 


બેડ લોન ખરીદવા માટે મોટા પાયે રોકડની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ ૨૦૧૭માં મૂડી જરૂરિયાત બે કરોડ રૂપિયાથી વધારી . ૧૦૦ કરોડ કરી હતી. કાનૂની સલાહકાર એઝેડબી અન્ડ પાર્ટનર્સની મદદ લેવામાં આવી છે અને તેઓ વિવિધ નિયમનકારી મંજૂરીઓ મેળવવા અને અન્ય કાનૂની ઔપચારિકતાઓને પૂરી કરવામાં રોકાયેલા છે. બેડ બેન્ક માટે પ્રારંભિક મૂડી આઠ બેંકો પાસેથી આવશે, જેમણે પ્રતિબદ્ધતા સ્વીકારી હતી અને ત્યાર બાદ આરબીઆઇ પાસેથી મંજૂરી મેળવી એનએઆરસીએલ ધીમેધીમે મૂડી આધાર . ૬,૦૦૦ કરોડ સુધી વધારશે, એવી સૂત્રોએ માહિતી આપી હતી.

 


આરબીઆઇ પાસેથી લાઇસન્સ મળી ગયા બાદ અન્ય ઇકિવટી ભાગીદારો પણ જોડાશે અને બોર્ડનું પણ વિસ્તરણ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application