સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં કોઈપણ વ્યક્તિની જાણકારી ગુપ્ત નથી...

  • February 14, 2020 10:54 AM 119 views

કેન્દ્ર સરકાર સોશ્યલ મીડિયામાં મેસેજિંગ એપ્સ માટે એક નવો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદો આ મહિનાના અતં સુધીમાં લાવવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યકત કરી છે. આ કાયદો જો લાગુ થઈ જાય તો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં ૪૦ કરોડ જેટલા યુઝર્સની ઓળખ ગુ નહીં રહી શકે. ફેસબૂક, ટવીટર, યુ–ટયૂબ અને ટીકટોક અંગે જો સરકારી એજન્સીઓ વિગત માગે તો કંપનીઓએ તે આપવી પડશે અને તેનો ઉપયોગ કરનાર યુઝર્સ અંગેનો ખુલાસો પણ કરવો પડશે.


સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ફેકન્યૂઝ, ચાઈલ્ડ પોર્ન, રંગભેદ અને આતંકવાદ સંબંધિત કન્ટેન્ટ જે રીતે વધી રહ્યા છે તેને અટકાવવા માટે સમગ્ર દુનિયામાં જવાબદારી નકકી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સોશ્યલ મીડિયા સંદર્ભે નવા નિયમો અને કાયદા બની રહ્યા છે. જો કે, ભારતમાં બની રહેલો કાયદો વિશેષ છે. આ કાયદા અનુસાર સોશ્યલ મીડિયા કંપનીઓએ સરકારનો નિર્દેશ માગવો પડશે અને આ માટે કોઈ પ્રકારના વોરટં કે અદાલતના આદેશની અનિવાર્યતા નહીં રહે.


ભારત સરકારે આ સંદર્ભે કેટલાક દિશાનિર્દેશો ડિસેમ્બર–૨૦૧૮માં જાહેર કર્યા હતા અને લોકોના સૂચનો પણ માગ્યા હતા. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કેટલીક નવી જોગવાઈઓ અને વિરોધ કર્યેા હતો અને કહ્યું હતું કે, નવા નિયમને કારણે યુઝર્સની પ્રાઈવસીનો ભગં થઈ શકે છે. જો કે, સરકારે આ બાબત ધ્યાનમાં લીધી નથી. સરકાર જે કન્ટેન્ટ અંગે ધ્યાન દોરે તે કન્ટેન્ટનું મૂળ કંપનીઓએ ૭૨ કલાકની અંદર જાણીને સરકારને માહિતી આપવી પડશે. કંપનીઓ માટે ૧૮૦ દિવસ સુધી રેકોર્ડ સુરક્ષિત રાખવાનું પણ ફરજિયાત બનાવી શકે છે. જે સોશ્યલ મીડિયાના ૫૦ લાખતી વધુ યુઝર્સ છે તેના માટે આ નવા નિયમો લાગુ થશે. ભારતમાં ઓછામાં ઓછા ૫૦ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે પરંતુ એવી સ્પષ્ટ્રતા થઈ નથી કે વિદેશી યુઝર્સ આ કાયદાના દાયરામાં આવશે કે કેમ ? વોટસએપ દ્રારા એવું કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાના મામલે કોઈ સમજૂતી નહીં કરે કારણ કે તેના કારણે યુઝર્સ પોતાને અસલામત માને છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application