આઈ.સી.સી. ટેસ્ટ રેન્કિંગમા જાડેજાને થયો ફાયદો, બોલર્સની યાદીમાં અશ્વિન બીજા ક્રમે

  • June 10, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલરાઉન્ડર્સની યાદીમાં રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યોઆઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લાભ થયો છે. તે આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો છે. ઈંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોકસને પાછળ છોડીને જાડેજાએ બીજું સ્થાન હાંસલ કયુ છે. રવિન્દ્ર જાડેજાના કુલ ૩૮૬ પોઈન્ટ થયા છે યારે બેન સ્ટોકસ ૩૮૫ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર આ યાદીમાં ટોચના ક્રમે છે. ભારતનો આર અશ્વિન આઈસીસી  ટેસ્ટ ઓલરાઉન્ડરની યાદીમાં ૩૫૩ પોઈન્ટસ સાથે ચોથા ક્રમે છે.

 


આઈસીસીની બોલર્સની ટેસ્ટ રેન્કિંગ મુજબ ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટીમ સાઉધીને સૌથી વધુ ફાયદો થયો છે. ટીમ સાઉધી અગાઉના છઠ્ઠા ક્રમેથી આગળ આવીને ત્રીજા ક્રમે પહોંચ્યો છે. ઈંગ્લેન્ડ વિદ્ધ પ્રથમ ટેસ્ટમાં શ્રે પ્રદર્શન કરવા બદલ તેના રેન્કિંગમાં સુધારો થયો છે. ઈંગ્લેન્ડ સામે લોડર્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉધીએ સાત વિકેટ ઝડપી હતી. રેન્કિંગમાં તેના ૮૩૮ પોઈન્ટ થયા છે. બોલર્સની યાદીમાં ભારતના સ્પિનર આર અશ્વિન ૮૫૦ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. અશ્વિનને બાદ કરતા અન્ય કોઈપણ ભારતીય ખેલાડી આ યાદીમાં નથી. ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સ આ યાદીમાં ૯૦૮ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે.

 


ન્યૂઝીલેન્ડના બોલર નીલ વૈગનર ચોથા ક્રમે, જોશ હેઝલવુડ પાંચમા ક્રમે તેમજ ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન છઠ્ઠા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી બાદ ૧૮ જૂનથી તે ભારત સામે સાઉધમ્પ્ટનમાં આઈસીસી વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમશે. આ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application