સૌથી સેફ ગણાતા આઇફોન પણ થયા હેક : હેકર્સ ડીપફેક વીડિયો-ઓડિયોથી કરે છે ફેસ ડેટાની ચોરી
જ્યારે હેકિંગથી બચાવ, સુરક્ષા અને ગોપનીયતા મુદ્દાઓની વાત આવે છે ત્યારે આઈફોનએ યુઝર્સનું ફેવરીટ ડીવાઈઝ છે, પરંતુ એક નવા અહેવાલમાં જણાવાયું છે કે હેકર્સ ટ્રોજન દ્વારા આઈફોનને ટાર્ગેટ કરી રહ્યા છે અને લોકોના બેંક ખાતાઓ તોડી રહ્યા છે. સંશોધકોને એપલની ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસમાં એક માલવેર મળ્યો છે, જે યુઝરના બેંક એકાઉન્ટની વિગતો, ફેસ આઈડી અને બાયોમેટ્રિક ડેટા ચોરી શકે છે. જેને ગોલ્ડડિગર કહેવામાં આવી રહ્યું છે.
ગ્રુપ આઈબીએ આ ટ્રોજનને લઈને આઈફોન યુઝર્સને ચેતવણી આપી છે અને તેને બનાવનારી કંપની એપલને પણ એલર્ટ કરી છે. ગ્રુપ આઈબીના સંશોધકોએ જણાવ્યું કે, આ માલવેરની મદદથી હેકર્સ ચોરી કરેલા બાયોમેટ્રિક ડેટામાંથી ડીપફેક વીડિયો-ઓડિયો બનાવી શકે છે. સાયબર ગુનેગારો આ ટ્રોજન દ્વારા તેમના આઈડી અને એસએમએસ હેક કરીને યુઝર્સના બેંક એકાઉન્ટને સરળતાથી ઍક્સેસ કરી શકે છે, જેના કારણે બેંકિંગ સ્કેમનું જોખમ વધી ગયું છે. ગ્રુપ આઈબી અનુસાર, આ ટ્રોજન પહેલા માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ પર જ એક્ટિવ હતું, પરંતુ પહેલીવાર ટ્રોજનએ આઈફોનને ટાર્ગેટ કર્યો છે.
રિપોર્ટ અનુસાર ગોલ્ડફેક્ટરી કોડનેમ ધરાવતો હેકર આ ટ્રોજન માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તેઓ મુખ્યત્વે એશિયા-પેસિફિક (એપીએસી) ક્ષેત્રમાં સ્થિત આઇફોન યુઝર્સને ટાર્ગેટ કરે છે. ફર્મે કહ્યું કે આ હેકિંગ વિયેતનામ અને થાઈલેન્ડમાં કરવામાં આવ્યું હતું. એવા સંકેતો છે કે ગોલ્ડફૅક્ટરી ભારત સહિત અન્ય એશિયન દેશોમાં સાહસ કરી શકે છે.
ભારતમાં પણ છે ખતરો
આઈફોન, એપલ લેપટોપ અને ઘડિયાળને લગતા જોખમોને લઈને ભારત સરકારે ઘણી વખત એડવાઈઝરી જારી કરી છે. રિપોર્ટ અનુસાર, ગોલ્ડપિકેક્સ ટ્રોજન ડેવલપ કરનારા હેકર્સે એપલના મોબાઇલ એપ્લિકેશન ટેસ્ટિંગ પ્લેટફોર્મ ટેસ્ટફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો. એપલે બાદમાં સ્કેમ શોધી કાઢ્યા બાદ ટેસ્ટફ્લાઇટમાંથી માલવેરને દૂર કરી દીધું હતું. આ પછી હેકર્સે યુઝરને મોબાઈલ ડિવાઈસ મેનેજમેન્ટ પ્રોફાઈલ ઈન્સ્ટોલ કરવા માટે મલ્ટી-સ્ટેજ લિંક મોકલવાનું શરૂ કર્યું. જેમાં બેંક અને આઈડી સંબંધિત માહિતી અપડેટ કરવાનું કહેવામાં આવ્યું હતું.
સિક્યોરીટી માટે આ પગલા લેવા જરૂરી
- ઈ-મેલ, ટેક્સ્ટ મેસેજ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં મળેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
- નવી એપ ઇન્સ્ટોલ કરતી વખતે તમે જે પરીમીશન જરૂરી લાગે તે જ અપ્રૂવ કરવી.
- તમારા મેસેન્જરમાં અજાણ્યા લોકોને એડ ન કરો.
- તમારી બેંકનો સંપર્ક કરવા માટે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નંબરો પર આધાર રાખશો નહીં, બેંકની સત્તાવાર સાઇટ પર જઈને જ બેંક અધિકારીઓનો સંપર્ક કરો.
- જો તમને વાયરસની શંકા હોય તો કોઈપણ પોપ-અપ પર ક્લિક કરશો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech