ગુંડા એકટને રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો

  • October 28, 2020 02:04 AM 634 views

ગુજરાત રાજ્યના મંત્રીમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા ગુંડા એકટ આઈપીસી અને સીઆરપીસીની કલમો અને જોગવાઈની વિધ્ધ જતો હોવાથી આ વિરોધાભાસને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ (ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ પ્રિવેન્શન એકટ)ને રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યો છે. પરિણામે રાષ્ટ્રપતિની મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેનો અમલ શકય બનશે નહીં.
રાજ્યમંત્રી મંડળની બેઠકમાં પસાર કરવામાં આવેલા ગુંડાઓની ભલામણ રાજ્યપાલને મોકલી આપવામાં આવી છે. આ પ્રસ્તાવિત કાયદામાં ધમકી આપવાના મામૂલી કિસ્સામાં આરોપી જેલના સળિયા ગણતો કરી દેવાની સત્તા અધિકારીને પ્રાપ્ત થાય છે. આ વટહકમની જોગવાઈ વર્તમાન કાયદાઓ અને કેન્દ્ર સરકારની સૂચિમાં રહેલા આઈપીસી અને સીઆરપીસી એવિડન્સ, ઈર્ન્ફોમેશન ટેકનોલોજી એકટ સાયબરના કાયદાઓની જોગવાઈઓ વચ્ચે ભારોભાર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.


ગૃહ વિભાગ દ્વારા આ સંદર્ભે પુષ્ટિ આપતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ આ કાયદાની અમલવારી સંભવ બનશે. રાજ્યમાં ગુંડા એકટનો પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓની વિધ્ધમાં જતો હોવાથી રાજ્યપાલ દ્વારા આ વટહકમને મંજૂરી મળી નથી. જેને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યો છે.
અત્રે નોંધવું જરી છે કે, અગાઉ ગુજસીયેકનો કાયદો પાંચેક વખત રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સતત સુધારા-વધારા કયર્િ પછી જ મંજૂરી મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application