ભુજીયા કોઠાનો ઇતિહાસ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા યાદ કરાયો

  • June 09, 2023 12:02 PM 

 સૌરાષ્ટ્રની ૧૭૦ વર્ષ પહેલાં ની ઐતહાસિક ઊંચામાં ઊંચી ગણાતી ભુજીયા કોઠાની ઇમારત ને વર્ષ ૨૦૦૧ માં ખુબ જ નુકશાન થયું હતું.
 ગુજરાતમાં ટોલેસ્ટ હેરિટેજ સાઈટ તરીકે ગણાતી આ ઇમારતનું કામ જામ રણમલ -૨ ના કાર્યકાળમાં ૧૮૩૯ થી ૧૮૫૨ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેને ભારત સરકાર દ્વારા સન ૧૯૬૬ માં પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ તરીકે જાહેર કરાયું હતું.


 આ ઇમારત નુ ૨૦૧૬ માં પુરાતત્વ સાથે એમ.ઓ.યુ કરી અને આ ઇમારત ને તેના મૂળ સ્વરૂપમાં પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી' ત્યારબાદ જૂન -૨૦૨૦ માં રેસ્ટોરેશનની સંપૂર્ણ વહીવટી કાર્યવાહી પૂર્ણ કરી ને કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં ઇમારતના બાંધકામ ને મૂળ સ્વરૂપમાં લાવવા આગળના સી - ટાઈપ સ્ટ્રકચર ને કરવા નીચે આવેલ દુકાનો પૈકી ૧૧ દુકાનો હટાવવી આવશ્યક હતી, જે પૈકી ની ચાર દુકાનો પાસે કોઈ આધારો ન હતા જે પ્રથમ દૂર કરવામાં આવી હતી.


ત્યારબાદ સાથે જ બીજી દુકાનો ને પણ ૪૭૮/૨ ની નોટિસ આપતાં કોર્ટમાં બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આ પ્રોજેક્ટના હિતમાં તેમજ પ્રોજેક્ટ ને પૂર્ણ કરવા કોર્ટમાં સમાધાન કરી ને ૭ દુકાન ધારકો ને ગોલ્ડન સિટી એરિયા માં ૭ દુકાનો આપી અને કોર્ટ કેસ પૂર્ણ કરાયો હતો. 


હાલ સી - ટાઈપ સ્ટ્રકચરનુ બાંધકામ ચાલુ હોય થોડા સમયમાં આ કામ પૂર્ણ કરી આ ઐતહાસિક ઇમારત ને તેમજ તેના ઉપરથી દેખાતા જામનગર ના નજારા ને જામનગરની જનતા તેમજ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે જામનગરની ઐતિહાસિક ઓળખ માટે સીમાચિન્હ રૂપ બની રહેશે, તેમ પણ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application