રાજ્યમાં મ્યૂકર માયકોસીસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કોરોના કરતાં પણ ભયંકર છે આ રોગ

  • May 14, 2021 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કેસ મામલે રાજ્યમાં સુરત, અમદાવાદ શહેરની સ્થિતિ રાજકોટ કરતાં વધારે ખરાબ હતી. પરંતુ કોરોના કરતાં પણ ભયંકર અને જીવલેણ રોગ મ્યૂકર માયકોસીસના કેસ સૌથી વધુ રાજકોટમાં નોંધાઈ રહ્યા છે. આખા ગુજરાતમાં રાજકોટમાં મ્યૂકર માયકોસીસના કેસ સૌથી વધુ છે. આ વાતની નોંધ એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ પણ લીધી અને તંત્રને આ રોગની સારવાર માટે યુદ્ધના ધોરણે તૈયારી કરવા સુચન કર્યું હતું. 

 

 

રાજકોટ સિવિલ ખાતે 200થી વધુ દર્દી નોંધાઈ ચૂકયા છે. જે અમદાવાદ, વડોદરા, સુરત કરતા વધારે સંખ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા સિવિલમાં 500 બેડની વ્યવસ્થા કરવા પોસ્ટ કોવિડ દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં જ્યારે ત્યાંના દર્દીઓને સમરસમાં ખસેડવાનું વિચારવામાં આવ્યું છે. કારણ કે મ્યૂકર માયકોસીસના રોગમાં દર્દીઓને દોઢ મહિનો હોસ્પિટલમાં રાખવા પડે છે. 

 

 

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણથી રિકવર થતા દર્દીમાં આ રોગનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મ્યૂકર માયકોસીસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ચિંતા તો એ વાતની છે કે આ રોગના કારણે દર્દીઓ જીવ પણ ગુમાવવા લાગ્યા છે. તેવામાં રાજકોટમાં કોરોનાના દર્દીઓ અગાઉ જેમ રેમડેસીવીર માટે રઝળતા હતા એવી જ સ્થિતિ હવે મ્યૂકરના ઈન્જેકશન માટે થઈ રહી છે. દવાની દુકાનોમાં આ ઈન્જેકશન મળતા નથી અને મ્યુકરમાઈકોસિસથી લોકોની હાલત ગંભીર બની રહી છે. 

 

 

કોરોના દર્દીઓને સ્ટીરોઈડ આપવાથી મ્યુકરના ફંગર ફેલાય છે અને કોરોના દર્દીઓની સારવારમાં સ્ટીરોઈડ જ પ્રાથમિક ઈલાજ છે. હાલ મ્યુકરના દર્દીઓના ઈલાજ માટે એકમાત્ર લાયકોસોમલ નામની દવા છે . આ ઉપરાંત જે નેશનલ ગાઈડલાઈન બનાવવામાં આવી છે તે અનુસાર સારવાર શરુ કરવામાં આવે છે. 

 

 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS