કોરોનાનો ઈલાજ બનશે ગરમી, જાણો શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

  • જો તાપમાનનો પારો ઉંચે જશે તો કોરોના પડી જશે નબળો: જો કે ભારતીય નિષ્ણાતો આ વાતને માનતાં નથી


ચીનમાં થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તાપમાન વધવાથી કોરોના વાયરસ અત્યતં નબળો પડી જશે અને થોડા જ સમયમાં તે ભસ્મ થઈ જશે. જો કે ભારતના મેડિકલ નિષ્ણાતો આ વાતને લઈને આશ્ર્વસ્ત નથી. તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં તાપમાન વધવાથી વાયરસના ફેલાવામાં ઘટાડો થશે પરંતુ તે સંપૂર્ણ રીતે નેસ્તોનાબૂદ થઈ જશે તેમ કહી ન શકાય.


એક ચીની યુનિવર્સિટીએ ૨૦ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી વચ્ચે કોરોનાથી પીડિત ૨૪.૧૩૯ દર્દી પર અભ્યાસ કર્યા બાદ નિષ્કર્ષ કાઢયો છે કે ન્યુનત્તમ તાપમાન એક ડિગ્રી વધવાથી વાયરસ ફેલાવામાં ૦.૮૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.


ચીનમાં એ દરમિયાન તાપમાન ૧૦ ડિગ્રી અથવા તેની આસપાસ રહ્યું હતું. અભ્યાસમાં કહેવાયું છે કે જે દેશોમાં તાપમાન ઓછું છે ત્યાં વાયરસ ફેલાવાની સંભાવના વધુ છે તેથી તે દેશોએ તકેદારીના પગલાં વધુ ઉઠાવવા પડશે.


વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રમુખ ડો.જુગારકિશોરનું કહેવું છે કે ગરમી વધવાથી વાયરસના ફેલાવામાં જરૂર ઘટાડો થશે પરંતુ એચ૧એન૧ વાયરસને જોઈએ તો તે થોડા વર્ષ પહેલાં ગરમી દરમિયાન જ ભારતમાં ફેલાયો હતો.


મનીપાલ ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝના વાયરોલોજીસ્ટ ડો.અરુણકુમારે કહ્યું કે સિંગાપુર અને દિલ્હીમાં એક જેવું તાપમાન છે. સિંગાપુરમાં આ વાયરસે માથું ઉંચકયું અને તેનો ફેલાવો પણ વધ્યો હતો. ભારતમાં તાપમાન વધવા પર શું થશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. દરેક વાયરસની અલગ અલગ પ્રકૃતિ હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS