મા- બાપને કોરોના થાય તો સરકાર બાળકોને સાચવશે

  • May 08, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક વિશિષ્ટ પહેલ



કોરોના સંક્રમણ ના પરિણામે કેટલાક પરિવારો છિન્નભિન્ન થઈ ગયા છે .સામાજિક રીતે બાળકો અને પરિવારજનોમાં કેટલીક નવી સમસ્યાઓ આકાર લઇ રહી છે .જેમાં કોરોના સંક્રમણ નો ભોગ બનેલા માતા-પિતા પોતાના સંતાનોને ક્યાં મુકવા એક નવી સમસ્યા થઈ છે ,તો કોરોનામાં જાન ગુમાવનાર માતાપિતાના સંતાનો ક્યાં મુકવા તે એક ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. સરકાર બાળકોની કાળજી લેશે.

 


 જેમાં કોરોના સંક્રમણ નો ભોગ બનેલા દંપતીના સંતાનોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવશે તો કેટલાક કિસ્સામાં બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોની યાદી તૈયાર કરવા રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ એ હુકમ કર્યો છે.

 


રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં સમાજ સુરક્ષા વિભાગ જે બાળકો ના વાલીઓને કોરોના થયો હોય તેવા બાળકોની સારસંભાળ રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે 33 જિલ્લા ની કેટલીક સંસ્થાઓ નક્કી કરવામાં આવી છે અને આ સંસ્થાઓમાં બાળકોને આશ્રય આપવામાં આવશે તે માટેના નિયમો નિર્ધિરિત કરવામાં આવ્યા છે.

 


છોકરી હોય તો મહિલા કર્મચારીને ફરજિયાત મુકવામાં આવશે માતા-પિતા બંને ના અવસાન ના કિસ્સામાં બાળકોની અલગ યાદી બનાવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે જે બાળકોને ચાઈલ્ડ કેર સેન્ટર માં મુકવા માં ની ગાઇડ લાઇન જાહેર કરવામા આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS