કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર બાળકોને સરકાર આપશે મહિને 5000નું પેન્શન

  • May 13, 2021 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમણ વચ્ચે જે બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે તેવા બાળકોને શિવરાજ સરકાર મદદ કરશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે બાળકોએ કોરોનામાં માતાપિતા ગુમાવ્યા છે તેમની જવાબદારી સરકાર લેશે. 

 

 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે જે બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે તેમની જવાબદારી સરકાર ઉઠાવશે. આવા પરિવારોને દર મહિને 5000 પેન્શન આપવામાં આવશે. જે ઘરમાં કોઈ કમાનાર નથી તે બાળકો માટે મફત શિક્ષાની વ્યવસ્થા પણ સરકાર કરશે. 

 

 

મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું છે કે આવા તમામ પરિવારને ફ્રીમાં રાશન પણ આપવામાં આવશે. આ સિવાય યુવતીઓને આર્થિક મદદ કરશે જેથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરી શકે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021