દેશમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર કોરોના સામે લડવા માટે જમીન આસમાન એક કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોના વેક્સિન ક્યારે અને કેવી રીતે કોને અપાશે તે માટેની નાનામાં નાની વિગતો સાથેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના વેક્સિનના ઇમર્જન્સી એપ્રુવલમાં હવે એક મહિનાથી વધુ સમય હશે નહીં એમ જણાઈ રહ્યું છે, ત્યારે તેના વધુ ઉત્પાદનના રસ્તાઓ ચકાસવામાં આવી રહ્યા છે. સરકારે કરેલી તૈયારી અનુસાર દેશમાં દરેક વ્યક્તિને તેને ક્યારે વેક્સિન આપવામાં આવશે તેની એસ.એમ.એસ.કરીનેજાન કરવામાં આવશે અને આ માટેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. દુનિયામાં સૌથી મોટું કોરોના વેક્સિન ઉત્પાદક હોવાથી તેની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની જાય છે. રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 20થી વધુ રાજદૂત ભારત 27 નવેમ્બરે આવી અને ચકાસણી કરશે કે ભારતીય કંપ્ની કોરોનાની વેક્સિનના વધુ ડોઝ કેટલા સમયમાં તૈયાર કરી શકે છે. સરકાર કોરોના વેક્સિનને એક ડીપ્લોમેસી ટુલ તરીકે ઉપયોગ કરવાની મનછા ધરાવે છે.
આ તમામ રાજદૂત 27 નવેમ્બરે શ્રી રામ એસ્ટેટ ઓફ ઇન્ડિયા અને જેનોવા ફામર્સ્યિુટિકલ્સની ફેસેલિટીની મુલાકાત લેશે. કોરોનાવાયરસની ચાર ચાર વેક્સિનનું પરિક્ષણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઓક્સફોર્ડ એસ્ટ્રોજેનેકાની વેક્સિન જે સામાન્ય રીતે 70 4 ટકા રહી છે. ત્યારે બીજી ત્રણ વેક્સિનનો સક્સેસ રેશિયો 94 ટકાથી વધારેનો છે. ઓક્સફર્ડની વેક્સિનનો ડોઝ કેટલીક પેટર્નમાં 90 ટકાથી વધારે અસરકારક જોવા મળેલ છે. રશિયાની વેક્સિન સિવાય હવે રેગ્યુલેટર્સ પાસે ઇમર્જન્સી એપ્રુવલ માટે ખૂબ જ ઝડપથી મોકલાશે. કોરોના વેક્સિન આગામી વર્ષની શરૂઆતમાં જ ઉપલબ્ધ થવાની સંભાવના વધુ પ્રબળ થઇ ગઇ છે ત્યારે ભારત સરકારે પણ આપવા માટેની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરી લીધી છે જોકે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક નિવેદન અનુસાર દેશ પાસે હાલમાં કોઈ કોરોનાવાયરસ નથી અને ક્યારે આવશે તે અંગે પણ ચોક્કસ રીતે કશું કહી શકાતું નથી.
ભારતમાં પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટીઝનને સૌથી પહેલા વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. પહેલા તબક્કાના પ્રાયોરિટી ગ્રુપમાં જે લોકો સામેલ હશે, તેને એસએમએસ મોકલવામા આવશે અને કોરોના વેક્સિન આપવાની તારીખ વાર તેમજ સ્થળ વિશે જાણ કરવામાં આવશે. મેસેજમા વેકસીન આપ્નાર સંસ્થા અને હેલ્થ વર્કરનું નામ પણ આપવામાં આવશે. વેક્સિનનો પહેલો સ્થાપ્યા બાદ બીજા ડોઝ માટે પણ એસએમએસથી જાણ કરવામાં આવશે. જ્યારે વેક્સિન આપવાનું પૂર્ણ થશે ત્યારે ડિજિટલ ક્યુઆર આધારિત એક સર્ટીફીકેટ કે જનરેટ થશે, અને તે કોરોનાની વેક્સિનના ડોઝ લીધા હોવાની સાબિતી રહેશે. દેશમાં એક એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે જેના માધ્યમથી કોવિડ 19ની વેક્સિનના સ્ટોક વિશે અને ડિસ્ટ્રિબ્યુશન વિશે બધી જ માહિતી રાખવામાં આવશે આ રીતે સરકાર ક્રમબદ્ધ રીતે આયોજનપૂર્વક વેક્સિનેશનનું કામ આગળ ધપાવશે.
કોરોના વેક્સિન લગાવ્યા બાદ પણ સરકાર મોનિટરિંગ કરશે આવું આ માટે કરવામાં આવશે કે જેથી વ્યક્તિને સુરક્ષાને લઇને ચોક્કસ થઈ શકાય. વેક્સિનને લઈને અલગ અલગ તબક્કામાં મત મતાંતર જોવા મળે છે. આથી સરકાર સૌથી પહેલા દેશભરમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ માટેનું જાગૃતિ માટે અભિયાન ચાલુ કરી ચૂકી છે. રાજ્યોને એડનર્ઈિન ઈન્જેક્શનનો પર્યટક રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી એલર્જીક રિએક્શનની સ્થિતિમાં લોકોને સારવાર આપી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationમાર્ચ સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેન દોડશે
January 16, 2021 11:20 AMલોકોની નારાજગી બાદ વોટ્સએપે રોક્યો પ્રાઇવસી અપડેટનો પ્લાન
January 16, 2021 11:18 AMશનિવારે શુભ : વાંચો પીએમ મોદીનું સંપૂર્ણ સંબોધન
January 16, 2021 11:16 AMબિગ બોસ 14 :અભિનવ શુક્લાને જોઇને લોકોને યાદ આવી સુશાંતની
January 16, 2021 11:04 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech