૬૬ નગરપાલિકાઓ, જુનાગઢ મહાનગરપાલિકા,ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી, બે નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આગામી તારીખ ૧૬ ના રોજ યોજવાની છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવા આડે હવે માત્ર ૭૨ કલાક બાકી છે ત્યારે સરકારે ખેડૂતોને પાક રક્ષણ હેતુ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે પિયા ૨૫૪ કરોડની યોજનાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના ખેતી નિયામક દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે રાયની ૪૬,૧૮૨ હેકટર જમીનને વાયર ફેન્સીંગથી કવર કરવા માટે સરકાર પિયા ૨૫૪ કરોડની નાણાકીય સહાય ખેડૂતોને કરશે.
ચૂંટણી આચારસંહિતાના કારણે આ પ્રકારની જાહેરાતો કરી શકાતી નથી પરંતુ સરકારે આ સંદર્ભે પચં પાસેથી પણ મંજૂરી મેળવી લીધી છે અને પંચે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શ કરવાની છૂટ આપી છે. જોકે ૧૬ ફેબ્રુઆરી પહેલા કોની અરજી મંજૂર થઈ તેની જાહેરાત નહીં થઈ શકે અને લાભાર્થીની યાદી કે તે અંગેની કોઈ જાહેરાત પણ કરી શકાશે નહીં તેમ પંચે જણાવ્યું છે.
સરકારે આ જાહેરાત કર્યાના ૨૪ કલાકમાં જ એવો પણ નિર્ણય લીધો છે કે આ યોજના અંતર્ગત સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતોએ પોતાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અને આ માટે તારીખ ૧૨ ફેબ્રુઆરી થી ૧૮ ફેબ્રુઆરી સુધી સાત દિવસ માટે આઈ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ સરકારે પાટીદારો સામેના રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવાની વાત કરી છે. થોડા સમય પહેલા ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત પણ અગાઉ થઈ ચૂકી છે અને ઘણા સમયથી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે ટ્રેકટર સહાયની યોજનાની પણ સરકારે જાહેરાત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ–મરણના પાંચ દાખલા ફ્રી: રેસકોર્ષ સ્ટેડિયમ નવરાત્રીમાં ભાડે અપાશે
February 11, 2025 04:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech