રો–રો ફેરી સર્વિસ મુદ્દે સરકારે આળસ મરડી, હવે કેન્દ્ર સરકાર ધ્યાન આપશે

  • February 14, 2020 11:47 AM 4 views

ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્રારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ધોધા–દહેજ રો–રો ફેરી સર્વિસ લોકોમાં ખુબ જ લોકપ્રિય સેવા બનેલ છે તથા લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


પરંતુ ગતવર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબજ મોટી માત્રામાં સિલ્ટેશન થઇ ગયેલ છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બધં પડેલ છે. આ ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા ગુજરાત સરકાર દ્રારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવેલ છે.


આ અંતર્ગત કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના શીપીંગ મંત્રાલયના સચિવ, અધિક સચિવ, સંયુકત સચિવ, સી.ઈ.ઓ.– ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફેરી પાર્ટનર, વિગેરે હાજર રહેલ. આ બેઠકમાં ધોધા–દહેજ રો–રો ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.


આ ફેરી પુન: ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો નિર્ણય કરેલ છે. આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એપટર્સ રેહશે. આ એમ્પાવર્ડ ગૃપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા–વિચારણા કરીને રો–રો ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.


આ બેઠકમાં ઘણાં હકારાત્મક પાસા પર ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં ફેરી સેવા નિયમિત રીતે ચાલતી રહે તેવા વિકલ્પ સાથે રો–રો ફેરી સર્વિસ પુન: સ્થાપિત કરવામાં આવશે.