મોરબીના ડોકટર સહિત ચારે કોરોના સામેનો જંગ જીત્યો

  • June 30, 2020 12:28 PM 35 views

મોરબી જીલ્લામાં જુન માસમાં કોરોના કહેર વધવા પામ્યો હતો અને કેસોમાં સતત વધારો થતો આવ્યો છે ત્યારે કોરોના કહેર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે જેમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીત્યો છે. મોરબી જીલ્લામાં રવિવાર સુધીમાં કુલ ૨૪ કેસો નોંધાઈ ચુક્યા છે જોકે જીલ્લામાં રીકવરી રેટ પણ સંતોષકારક જોવા મળ્યો છે અગાઉ સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતા તો વધુ ચાર દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે જેમાં મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. સંજય જીવાણી અમદાવાદ કોવીડ હોસ્પિટલમાંથી ફરજ બજાવી પરત આવ્યા હોય જે કોરોના સંક્રમિત થયા હતા અને ડોકટરે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે તો તે ઉપરાંત વાંકાનેરના આરોગ્યનગરના ૬૧ વર્ષના વૃદ્ધ તેમજ હળવદના સોનીવાડના રહેવાસી દંપતી પણ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. અને મોરબી જીલ્લામાં રવિવાર સુધીમાં નોંધાયેલા કુલ ૨૪ કેસમાંથી અગાઉ ૭ દર્દી બાદ વધુ ચાર દર્દી તાજેતરમાં સ્વસ્થ થયા છે અને કુલ ૧૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે એક યુવાનનું મોત થયું છે જયારે હજુ પણ ૧૨ એક્ટીવ કેસ જોવા મળે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application