ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ ઘટના: વર્ષોથી ફાઇનલ થયેલી ટીપી સ્કીમ સામે કલેકટર તંત્રનો વાંધો

  • January 13, 2021 04:37 PM 854 views

જ્યારે કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ ડ્રાફ્ટ લેવલે અથવા તો પ્રાથમિક પ્રસિદ્ધિ ના તબક્કે હોય ત્યારે તેની સામે વાંધો લઇ શકાતા હોય છે પરંતુ રાજકોટમાં દાયકાઓ અગાઉ અસ્તિત્વમાં આવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 11 સામે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા જ્યારે કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર કરાતી હોય તો સામાન્ય રીતે ખાનગી આસામીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવતાં હોય છે પરંતુ દાયકાઓ અગાઉ મંજૂર થઈ ચૂકેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે ખુદ સરકારી તંત્ર જ વાંધો ઉઠાવતાં હોય તેવી ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ ઘટના છે.


સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ આ પ્રકરણમાં બે સરકારી વિભાગો સામસામાં નથી આવી ગયા પરંતુ ભૂતકાળમાં થયેલી ભૂલ સુધારવા માટે કાયદેસરની ઔપચારિકતા પૂરી કરવા માટે આ બધું થઇ રહ્યું છે. દાયકાઓ અગાઉ જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 11 જાહેર કરવામાં આવી ત્યારે તેમાં ભૂલથી રસ્તાઓ લેવાયા ન હતા અને તેના કારણે હાલ આવા રસ્તાઓ પર સૂચિત સોસાયટીઓ બની ગઈ છે અને અમુક સ્થળોએ હજુ રસ્તાઓ ખુલ્લા છે ટાઉન પ્લાનિંગ સ્કીમના ગોટાળાના કારણે સરકારી અને ખાનગી આસામીઓ ના ફાઇનલ પ્લોટ નંબર મિક્સ થઈ ગયા છે. આ બંને ફાઈનલ પ્લોટ અલગ અલગ તારવવા અને ખાનગી તથા સરકારી જમીન કેટલી છે તે નક્કી કરવા માટે છેલ્લા ઘણા સમયથી કવાયત ચાલી રહી છે મંજૂર થયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ફેરફાર કરવાનો એકમાત્ર ચીફ ટાઉન પ્લાનિંગઓફિસરને અધિકાર છે પરંતુ તેમણે પણ જરૂરી કાનૂની પ્રક્રિયાને અનુસરવું પડે છે તે મુજબ જાહેર જનતાને જો કોઈ વાંધા હોય તો 30 દિવસની સમયમયર્દિામાં રજૂ કરવા માટે નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.


ડખાના મૂળમાં 11 સૂચિત સોસાયટી
ડખાના મૂળમાં 10 સૂચિત સોસાયટી છે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 11 માં 11 સોસાયટી એવી છે કે જે સરકારી અને ખાનગી ફાઇનલ પ્લોટ માં ઉભી થઈ ગઈ છે આમાંથી સરકારી જમીન કેટલી અને ખાનગી જમીન કેટલી તે નક્કી કરવાની કવાયત ચાલી રહી છે. જે 11 સૂચિત સોસાયટીનો કેસ છે તેમાં દક્ષિણ ઝોન મામલતદાર કચેરી નીચે આવતી સોસાયટીમાં વિક્રાંત વિશ્રાંતિ કિરણ રાધે કિશન સરદાર પટેલ પાર્ક નંદિની સોસાયટી ન્યુ સુભાષનગર અને પશ્ચિમ ઝોન મામલતદાર કચેરી નીચે આવતી માધવ પાર્ક ઋષિકેશ સોસાયટી,ન્યુ યોગીનગર અને પેરેમાઉન્ટ સોસાયટીનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application