કચ્છમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો

  • March 03, 2021 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિવૃત્ત પોલીસ કર્મચારીને ફાળવવામાં આવેલ પ્લોટ પર દબાણ કયુ હોવાનો આક્ષેપ

 

સરકાર દ્રારા જમીન દબાણ અંગે લેન્ડ ગ્રેબિંગ નવા કાયદા નો અમલ કર્યેા છે ત્યારે કચ્છમાં નિવૃત્ત પોલીસ કર્મચારીને ફાળવવામાં આવેલ પ્લોટ પર દબાણ કરનાર શખ્સો વિરૂધ્ધ આ કાયદા હેઠળ વિધિવત ગુનો નોંધાયો છે કચ્છમાં લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળ આ પ્રથમ કેસ માંડવી પોલીસ મથકે નોંધાયો છે

 


આ અંગે મળતી વિગતો મુજબ પોલિસ વિભાગના નિવૃત કર્મચારી પ્રફુલસિંહ ખેંગારજી જાડેજાને સરકારની યોજના મુજબ રહેણાંક માટે એક પ્લોટ એલોટ કરવામાં આવ્યો હતો જેના પર હરજી દેવરાજ ગઢવી, પ્રકાશ હરજીભાઈ અને વિજય પ્રાગજીભાઈ એ દબાણ કયુ હોવાનો આક્ષેપ કરી આ અંગે ફરિયાદ નોંધાવી છે

 


આ અંગેની વધુ મળતી વિગતો મુજબ નિવૃત પોલીસ કર્મચારી પ્રફુલસિંહ જાડેજાને ફાળવવામાં આવેલ રહેણાંક હેતુનો પ્લોટ ઉપરોકત આરોપી દ્રારા પચાવી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઇ ઉકેલ ન આવતા અંતે રાય સરકાર દ્રારા લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળ આ અંગે રજુઆત કરવામાં આવતા માંડવી પોલીસ નવા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યેા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application