સુરતમાં વાયરસના નવા સ્ટ્રેઇનનો પ્રથમ કેસ નોંધાયો

  • December 31, 2020 12:35 PM 1841 views

બ્રિટનથી માતા-પિતાને મળવા આવેલી પરિણીતામાં કોરોનાના નવા પ્રકારે દેખા દીધી

કોરોના વાયરસના નવાની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.


આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાનું સરનામું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત તા. 27મીએ પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદી વ્યવસ્થા કરી દેવાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application