દિલ્હીમાં ગણતંત્ર પરેડ બાદ જ ખેડૂતોની રેલી નીકળી શકશે

  • January 25, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂત આંદોલન ને આક્રમકતા આપવા માટે 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની ખેડૂતોની માગણી પોલીસ દ્વારા મંજૂર રાખવામાં આવી છે પરંતુ કેટલીક શરતો રખાઇ છે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરંપરાગત પરેડ સંપન્ન થયા બાદ જ ખેડૂતોની ટ્રેક્ટર રેલી નિકળી શકશે.


પોલીસ ખાતા તરફથી આ મુજબની સૂચના જાહેર કરી દેવામાં આવી છે અને ખેડૂત યુનિયનોને આ મુજબ ની જાણકારી આપી દેવામાં આવી છે માટે ટક્કર થવાની પુરેપુરી સંભાવના રહે છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી માટે ત્રણ જેટલા રૂટ પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને આ સિવાયના કોઈ રૂટ પણ ખેડૂતો નીકળી શકશે નહીં.


પોલીસ વડાએ મીડિયાને એવી માહિતી આપી છે કે ખેડૂતોને ફક્ત સિંધુ બોર્ડર તેમજ ટેકરી બોર્ડર અને ગાજી પુર બોર્ડર ખાતે ટ્રેક્ટર રેલી કાઢવાની પરવાનગી આપવામાં આવી છે. પોલીસે મંજૂરી આપી છે પરંતુ તેની સાથે કેટલીક શરતો રાખી છે અને તેનું પાલન ખેડૂતોએ કરવું પડશે.


દિલ્હીમાં ગણતંત્ર દિવસ નિમિત્તે પરેડ વખતે તેમજ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ધ્યાનમાં રાખીને ડગલેને પગલે અત્યારથી જ સશસ્ત્ર દળો ગોઠવી દેવામાં આવ્યા છે અને લોખંડી કિલ્લેબંધી કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની વધુ પડતી આઝાદી ખેડૂતોને આપવામાં આવશે નહીં.


સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરેક ટ્રેકટરના માલિક ની જાણકારી પોલીસ પાસે પહોંચી ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મજબૂત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં 26મી જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની પરેડના કાર્યક્રમમાં પણ આ વખતે કોરોના ને પગલે ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોને ટ્રેક્ટર રેલીને લઈને પોલીસની કામગીરી પણ ડબલ થઈ ગઈ છે.


અનેક રાજ્યોમાંથી ખેડુતો ટ્રેકટર લઈને દિલ્હી તરફ શુક્રવારથી જ રવાના થઇ ગયા હતા અને ગઈકાલ રાત સુધીમાં આઠ હજાર જેટલા ટ્રેક્ટર ટેકરી બોર્ડર પાસે જોવા મળ્યા હતા અને પોલીસે ખેડૂત ની ટ્રેકટર ની આવક પર ખાસ નજર યથાવત રાખી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application