ધ ફેમિલી મેન 2થી લઈ વિદ્યા બાલનની શેરની સુધીની આ ફિલ્મો અને વેબ સીરીઝ જૂનમાં થશે રિલીઝ 

  • June 01, 2021 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી વચ્ચે ઓટીટી પ્લેટફોર્મની બોલબાલા વધી છે. ત્યારે જૂન માસમાં ઓટીટી પ્લેટફોર્મ પર કેટલીક દમદાર વેબ સીરીઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. તો જાણી લો કઈ કઈ ફિલ્મો જોવા મળશે ઘર બેઠા જૂન માસમાં

 

ધ ફેમિલી મેન 2 
આ વેબ સીરીઝ એમેઝોન પ્રાઈમ પર 4 જૂને રિલીઝ થશે. આ વેબ સીરીઝનો બીજો પાર્ટ છે. વેબ સીરીઝમાં મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. આ સીઝન ખૂબ વિવાદમાં પણ રહી છે.

 

શેરની
વિદ્યાબાલનની ફિલ્મ શેરની પણ જૂન માસમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ પણ એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે. વિદ્યા આ ફિલ્મમાં ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. 

 

ફાઈંડિંગ અનામિકા
આ વેબ સીરીઝમાં માધુરી દીક્ષિત અને સંજય કપૂર સાથે જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ પર માધુરીની આ ડેબ્યૂ સીરીઝ હશે. ફિલ્મ એક્શન થ્રિલર છે.  આ  સીરીઝ પણ જૂન માસમાં રીલીઝ થશે. 

 

રે 
આ વેબસ સીરીઝ ફિલ્મકાર સત્યજીત રેની વાર્તા પર આધારિત છે. 25 જૂને તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 

 

સ્કેટર ગર્લ
11 જૂને આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ એક બાળકીની વાર્તા છે જેને સ્કેટિંગનો શોખ છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS