ત્રીજી લહેરની ભીતિ હોવાથી મેળા યોજવા યોગ્ય નથી: રૂપાણી

  • July 21, 2021 06:36 PM 

જૂનાગઢમાં મુખ્યમંત્રી દ્રારા નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિઘાર્થીઓને પ્રથમ પદવીદાન સમારંભમાં પદવી એનાયત: વર્ગેમાં પ્રાથમિક શિક્ષણ અંગે તજજ્ઞ સાથે ચર્ચા બાદ નિર્ણય: પોરબંદર સાંદીપની આશ્રમના રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા

 


આજે જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનીવસીટી ખાતે પદવીદાન સમારંમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલ ત્રીજી લહેરની સકયતાથી ભીડ એકઠી ન થાય તે માટે મેળાના આયોજન યોગ્ય ન હોય એવું સરકારને લાગે છે.

 


આજે સવારે પી ટી એસ ગ્રાઉન્ડ ખાતે હેલીપેડ ખાતે ઉતરાણ કયા બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા હતા તેઓનું કુલપતિ પ્રો ડો ચેતન ત્રિવેદી એ પુષ્પગુચ્છ તથા નરસૈયા ની પ્રતિમા આપી સ્વાગત કયુ હતું. જુનાગઢ ,ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા એમ ચાર જિલ્લાના કુલ ૩૦ ૩૬૨ વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.

 


જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, વિભાવરીબેન દવે તથા પોરબંદર સાંદીપની આશ્રમના રમેશભાઈ ઓઝા વગેરેની હાજરીમાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવયું હતું કે સરકાર કોરોના મહામારીની ત્રીજી લહેર માટે પુરતી સજાગતા રહેવા માગે છે. અટેલે ભીડ એકઠીન થાય એ બાબતે પ્રાધાન્ય આપી ને મોટે ભાગે મેળા ન યોજવા એમ ઇચ્છે છે.

 


આ કાર્યકમમાં ૫૪ વિધાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ રેન્ક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તેમજ મુખ્યમંત્રીના હસ્તે જીતુભાઇ હિરપરા સુવર્ણચંદ્રક ગોલ્ડ મેડલ ૩ વિધાર્થિનીઓને અર્પણ કરવામાં આવેલ.

 


આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ વિધાર્થીઓના ઉવળ ભવિષ્ય માટે સરકાર કટિબદ્ધ છે, પ્રાથમીક શિક્ષણ વર્ગેમાં શરૂ કરવા માટે આઈસીએમઆરની ગાઈડલાઈન તજજ્ઞોના અભિપ્રાય મુજબ સરકાર દ્રારા નિર્ણય લેવાશે, ડિગ્રી પ્રાત કરનરા વિઘાર્થઓ વ્યકિતગત મહતવ કામસાને લઈને આગળ વઘવાને બદલે લોકકલ્યાણ માટે આગળ વઘે એમ તેમણે અનુરઘ કર્યેા હતો.તેમજ  સરકાર તમામ વિધાર્થીઓને શિક્ષણ જ્ઞાન ઉપરાંત રોજગાર પણ મળે તેને લઈ પણ વિવિધ દિશાઓમાં કાર્ય કરવા આગળ ધપી રહી છે, તેમ જણાવી નરસૈયાની નગરી માં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના પ્રથમ પદવીદાન સમારંભમાં તમામ ડીગ્રી મેળવેલ વિધાર્થીઓને ઉવળ ભવિષ્ય માટે મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી હતી તેમજ જુનાગઢ પ્રવાસન હબ ઉપરાંત શિક્ષણ હબ પણ બને તેમપણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

 


આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડા સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા,  શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને નોબલ કોલેજ ના નિલેશભાઈ ધુલેશીયા, આરતીબેન જોશી, આધ શકિત બેન મજમુદાર, સંજયભાઈ કોરડીયા, કેળવણીકાર જિ પિ કાઠી, કેડી પંડા, પ્રદિપભાઇ ખીમાણી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS